• Home
  • News
  • આફ્રિદીએ પીએમ મોદી પર અભદ્ર ટિપ્પણી કરી; ગૌતમ ગંભીરનો જવાબ- કયામતના દિવસ સુધી કાશ્મીર નહિ મળે, બાંગલાદેશ ભૂલી ગયા?
post

શાહિદ આફ્રિદીએ કહ્યું- કાશ્મીર માટે મોદીએ 7 લાખ સૈનિકો જમા કર્યા, જ્યારે પાકિસ્તાનમાં કુલ સૈનિક 7 લાખ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-18 12:09:32

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીની કેટલીક વીડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેની સાથે આ વીડિયોમાં સૈનિકો પણ સાથે જોવા મળે છે. દાવો કરવામાં આવે છે કે શાહિદ થોડા દિવસો પહેલા પીઓકે ગયો હતો. ત્યાં પાકિસ્તાની સૈનિકોને મળ્યા. તેણે ભાષણ પણ આપ્યું હતું. તેમાં ભારતના પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આફ્રિદીએ મોદીને ડરપોક અને માનસિક બીમાર કહ્યા હતા. ભૂતપૂર્વ ક્રિકેટર અને હવે ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે શાહિદને જવાબ આપ્યો હતો.

ગૌતમે કહ્યું - પાકિસ્તાનને કાશ્મીર જજમેન્ટ ડે સુધી નહીં મળે. ગંભીરે પૂછ્યું- તમને બાંગ્લાદેશ યાદ છે કે ભૂલી ગયા?

સંબિતે વીડિયો શેર કર્યો
શાહિદનો એક વીડિયો ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પણ શેર કર્યો હતો. કેપ્શનમાં લખ્યું છે - પાકિસ્તાની ક્રિકેટર આફ્રિદી કોઈ યોગ્યતા વિના દેશના નકારાત્મક ઇરાદા શેર કરી રહ્યો છે. કેટલાક ભારતીયો આફ્રિદી ફાઉન્ડેશનને દાન આપવાની વાત કરી રહ્યા છે. તેમને પણ તેની વાસ્તવિકતા જાણવી જોઈએ.

મોદીને ધર્મની બીમારી છે
આફ્રિદીએ વીડિયોમાં પાકિસ્તાની સૈનિકોને કહ્યું છે કે, 'હું તમારી વચ્ચે રહીને ખુશ છું. વિશ્વ એક ખૂબ મોટી મહામારી (કોરોનાવાયરસ)નો સામનો કરી રહ્યું છે. પરંતુ, તેનાથી પણ મોટો રોગ મોદીના હૃદય અને મગજમાં છે. આ રોગ ધર્મનો છે. તેઓ ધર્મ વિશે રાજકારણ કરી રહ્યા છે. વર્ષોથી કાશ્મીરમાં આપણા ભાઈ-બહેનો અને વડીલો ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. તેઓએ તેનો જવાબ આપવો પડશે. "

પાકિસ્તાનના લોકો સૈન્યની પાછળ ઉભા છે '
આફ્રિદીએ કહ્યું કે, “આમ તો મોદી દિલાવર (બોલ્ડ) બનવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેઓ ડરપોક છે. નાનકડા કાશ્મીર માટે 7 લાખ સૈનિકો તૈનાત કર્યા છે. જ્યારે પાકિસ્તાનની કુલ સેના ફક્ત 7 લાખ છે. પરંતુ તેઓ જાણતા નથી કે 22-23 કરોડ લોકો (પાકિસ્તાનની વસ્તી) આર્મીની પાછળ ઉભા છે. કાશ્મીરમાં પણ હું પાકિસ્તાની સેનાનું સમર્થન કરનારાઓને સલામ કરું છું. '

પાકિસ્તાન 70 વર્ષથી કાશ્મીર માટે ભીખ માંગી રહ્યું છે: ગંભીર
ગંભીરે કહ્યું, 16 વર્ષીય આફ્રિદી કહે છે કે, 7 લાખની ફોજ પાછળ 20 કરોડ લોકો ઉભા છે, તો પછી 70 વર્ષથી કાશ્મીર માટે ભીખ કેમ માંગી રહ્યા છો? આફ્રિદી, ઇમરાન ખાન અને બાજવા ભારત અને મોદી વિરુદ્ધ ઝેરીલી વાતો કરી શકે છે, પરંતુ તેમને જજમેન્ટ દિવસ સુધી કાશ્મીર મળશે નહિ. બાંગ્લાદેશ યાદ છે?

આફ્રિદીએ અભિનંદનને લઈને વિવાદિત ટિપ્પણી કરી
એક વીડિયો પાકિસ્તાનની પત્રકાર નાયલા ઇનાયતે પણ શેર કર્યો છે. તેમાં આફ્રિદી ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને લઇને વિવાદિત ટિપ્પણી કરે છે. તેણે કહ્યું, અમે તેમના લોકોને હવામાં મારીને પાડ્યા. પછી ચા પીવડાવીને સન્માનથી પાછા મોકલ્યા. દુનિયાને અમે સંદેશ આપ્યો છે કે, અમને અમન પસંદ છે.  અમે પ્રેમ, મોહબ્બતની વાત સમજવા વાળા લોકો છીએ. જો તમે પ્રેમથી વાત કરો તો જ. 

આફ્રિદીના સમર્થન પર હરભજન અને યુવરાજ ટ્રોલ થયા
હાલમાં જ હરભજન સિંહ અને યુવરાજ સિંહે આફ્રિદીની સંસ્થામાં દાન કરવા લોકોને અપીલ કરી હતી. આ કારણે બંનેને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. હરભજને કહ્યું, આફ્રિદીએ જે કર્યું તે બહુ ખોટું છે. હું સાચો દેશભક્ત છું. મારે કોઈને તે કહેવાની જરૂર નથી. જરૂર પડે તો દેશ માટે બંદૂક પણ ઉઠાવી શકું છું.