• Home
  • News
  • દેશમાં 134 દિવસ પછી કોરોનાના કેસ 10 હજારને પાર, 24 કલાકમાં જ 1805 કેસ
post

દુનિયામાં એક દિવસના લગભગ 94 હજાર કેસ આવી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-27 19:26:06

દેશમાં કોરોનાના એક્ટિવ મામલાઓની સંખ્યા 10 હજારને પાર પહોંચી છે. છેલ્લાં 24 કલાકમાં 1,805 નવા દર્દીઓ મળ્યાં. ત્યાં જ, 6 લોકો મૃત્યુ પામ્યા હતાં. આ પહેલાં શનિવારે 1,890 કોરોના કેસ મળ્યા હતાં અને 7 લોકો મૃત્યુ પામ્યા હતાં. આ સાથે કોવિડથી મૃત્યુ પામેલાં લોકોની સંખ્યા 5,30,837 થઈ ગઈ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે સવારે 8 વાગ્યે છેલ્લાં 24 કલાકનો ડેટા જાહેર કર્યો છે. જેના પ્રમાણે, એક્ટિવ કેસ વધીને 10,300 થઈ ગયા છે. સૌથી વધારે મામલા ગુજરાત-મહારાષ્ટ્રમાં મળી રહ્યા છે. ડેલી પોઝિટિવિટી રેટ 3.19% અને વીકલી પોઝિટિવ રેટ 1.39% થઈ ગયો છે.

મહારાષ્ટ્રમાં 397, તો ગુજરાતમાં 303 કેસ મળ્યા
છેલ્લાં 24 કલાકમાં સૌથી વધારે મામલા મહારાષ્ટ્રમાં 397 અને ગુજરાતમાં 303 દર્દી મળ્યાં. બીજી બાજુ કેરળ 299, કર્ણાટક 209 અને દિલ્હી 153 મામલાઓ સામે આવ્યાં. સૌથી વધારે એક્ટિવ કેસ કેરળમાં 2,471, મહારાષ્ટ્રમાં 2,117, ગુજરાતમાં 1,697, કર્ણાટકમાં 792 અને દિલ્હીમાં 528 છે.

આ સિવાય છેલ્લાં 24 કલાકમાં ઉત્તરપ્રદેશમાં 77, રાજસ્થાનમાં 46, મધ્યપ્રદેશમાં 5 અને છત્તીસગઢમાં 1 કોરોના કેસ મળ્યો છે. હાલ યૂપીમાં 246, રાજસ્થાનમાં 207, MP માં 51 અને છત્તીસગઢમાં 23 એક્ટિવ મામલાઓ છે.

યૂપીમાં સ્કૂલમાં 37 બાળકો સંક્રમિત
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે 38 મામલાઓ સામે આવ્યા છે, તેમાંથી 37 મામલાઓ એક જ સ્કૂલમાં મળ્યા છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે મિતોલીના કસ્તૂરબા સ્કૂલમાં 37 વિદ્યાર્થીઓ અને સ્ટાફના લોકો સંક્રમિત મળી આવ્યા છે. સાથે જ જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 41 થઈ ગઈ છે.

બધા જ રાજ્યોના સ્વાસ્થ્ય સચિવની આજે મીટિંગ
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણ આજે એટલે સોમવારે વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા બધા રાજ્યોના સ્વાસ્થ્ય સચિવ અને સીનિયર અધિકારીઓ સાથે મીટિંગ કરશે. જેમાં આ અંગેની તૈયારીઓ ઉપર નજર કરવામાં આવશે. બીજી બાજુ, 10-11 એપ્રિલ દરમિયાન દેશભરની હોસ્પિટલમાં કોવિડને લઇને મોકડ્રીલ થશે.

મોકડ્રીલ માં સરકારી અને પ્રાઇવેટ બંને પ્રકારની હોસ્પિટલ સામેલ રહેશે. જેમાં દવાઓ, દર્દીઓ માટે બેડ, મેડિકલ ઇક્વિપમેન્ટ અને મેડિકલ ઓક્સિજનની સગવડ અંગેની તૈયારીઓ જોવામાં આવશે. મોકડ્રીલ અંગે સંપૂર્ણ જાણકારી આજે થનારી મીટિંગમાં આપવામાં આવશે. કેન્દ્રિય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે બે દિવસ પહેલાં બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશને લેટર પણ લખ્યો હતો. જેમાં તેમણે રાજ્યોથી કોરોના ટેસ્ટિંગ વધારવા અંગે જણાવ્યું હતું.

એક્સપર્ટે કહ્યું- ગભરાશો નહીં, કોવિડ નોર્મ્સનું પાલન કરો
એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે કોવિડ વધતા મામલાઓ પાછળ નવો XBB.1.16 વેરિએન્ટ હોઈ શકે છે, પરંતુ તેનાથી ગભરાવવાની જરૂરિયાત નથી. એક્સપર્ટ પ્રમાણે, કોવિડ સાથે જોડાયેલાં બધા જ પ્રોટોકોલનું પાલન કરો. જો કોઈએ બૂસ્ટર ડોઝ લીધો નથી તો તેમણે વહેલીતકે આ ડોઝ લઇ લેવો જોઈએ.

આ પહેલાં દિલ્હી AIIMSના પૂર્વ નિદેશક ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે કોરોના અને H3N2 કેસ વધવા પાછળનું એક કારણ વાતાવરણમાં ફેરફાર હોઈ શકે છે. તેમણે જણાવ્યું કે દર વર્ષે ઇન્ફ્લૂએન્ઝાના કેસ વધે છે, ગભરાવાની કોઇ વાત નથી. માસ્ક પહેરી રાખો, ઉધરસ ખાતી સમયે મોં ઢાંકવું અને સેનિટાઇઝર સાથે રાખવું.

દુનિયામાં એક દિવસના લગભગ 94 હજાર કેસ આવી રહ્યા છે
23
માર્ચે કેન્દ્રિય સ્વાસ્થ્ય સચિવે જણાવ્યું હતું કે દુનિયામાં એક દિવસમાં કોવિડના લગભગ 94 હજાર કેસ સામે આવી રહ્યા છે. ભારતમાં એક દિવસમાં લગભગ 966 નવા કેસ મળી રહ્યા છે. રાજેશ ભૂષણના જણાવ્યા પ્રમાણે, દુનિયાના 19% કોરોના મામલે અમેરિકા, 12.6% મામલે રશિયા અને માત્ર 1% મામલાઓ ભારતમાં મળી રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post