• Home
  • News
  • 19 વર્ષીય જેરેમી પછી હવે 20 વર્ષીય અચિંતાએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો
post

ટ્રેનિંગના કારણે છેલ્લા 3 વર્ષથી ઘર નથી ગયો અચિંતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-01 20:00:21

બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં રવિવારે રાત્રે દેશને ત્રીજો ગોલ્ડ મેડલ અપાવનાર વેટલિફ્ટર અચિંતા શેઉલી (73 KG)એ પોતાની સફળતાનો શ્રેય તેના મોટા ભાઈ આલોક, માતા પૂર્ણિમા અને કોચને આપ્યો છે. હુગલીનો રહેવાસી અચિંતાના સપના પૂરા કરવા તેના મોટા ભાઈ આલોકે પોતાનુ સપનાને અધ્ધવચ્ચે છોડી દીધુ હતુ.

અચિંતાએ તેના મોટા ભાઈને જોઈને જ 2011માં વેટલિફ્ટિંગ શરૂ કર્યુ હતુ, પરંતુ 2013માં તેમના પિતાનું અવસાન થયુ હતુ. ઘરની આર્થિક સ્થિતિ એટલી હદે ખરાબ હતી કે તેમના પિતાની અંતિમક્રિયા કરવા માટે પણ ઘરમાં પૈસા નહોતા. માતા માટે બન્ને ભાઈઓ માટે ડાયેટની વ્યવસ્થા કરવી અઘરી હતી. ત્યારે અચિંતાના મોટા ભાઈ આલોકે પોતાના કરિયરને બલિદાન દેવાનો નિર્ણય કર્યો હતો. આલોકે ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં તેમના સંઘર્ષની વાત કરી હતી.

ઈંડા અને એક કિલો માંસ-ચોખા માટે ખેતરોમાં મજૂરી કરી
આલોક જણાવે છે કે 'પિતાના અવસાન બાદ મેં વેટલિફ્ટિંગ કરવાનું છોડી દીધુ કારણ કે અચિંતા પોતાનું કરિયર બનાવી શકે. અમે પોતાની ડાયેટમાં એક-એક ઈંડા અને એક કિલો માંસ લઈ શકીએ એટલે અમે ખેતરોમાં મજૂરી કરતા હતા'.

માતા પણ કરતા મજૂરી
આલોક વધુમાં જણાવે છે કે '2014માં અચિંતા પૂણેના આર્મી સ્પોર્ટ્સ ઇંસ્ટિટ્યૂટમાં સિલેક્ટ થયો હતો. પછી તેને નેશનલ કેમ્પ માટે સિલેક્ટ કરવામાં આવ્યો હતો. આ ગેમમાં ડાયેટ ખર્ચ વધુ હોય છે. તેવામાં DA પછી પણ તેની ડાયેટ પૂરી થઈ શક્તી નહોતી. એટલે તેણે મારી પાસે રૂપિયા માંગ્યા હતા. એટલે મેં વધુ કામ કરવાનું શરૂ કર્યુ. હું સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી લોડિંગ કરતો હતો. પછી 5 કલાકની પાર્ટ ટાઇમ જોબ પણ કરતો હતો અને રાત્રે પરીક્ષાની તૈયારી પણ કરતો હતો.

માંને પણ ખેતરોમાં મજૂરી કરવી પડતી હતી. અમે પૈસા બચાવીને અચિંતાને મોકલ્યો હતો, જેથી કરીને તે પોતાના ડાયેટ પર ધ્યાન આપે. 2018માં ખેલો ઈન્ડિયામાં સિલેક્શન થયા પછી અચિંતાને પોકેટ મની મળવા લાગી હતી. ત્યારબાદ તેના ડાયેટના ખર્ચનો બોજો ઓછો થવા લાગ્યો હતો. હવે તો તે કેન્દ્ર સરકારના ટૉપ્સ યોજનામાં પણ સામેલ છે'.

પશ્ચિમ બંગાળ સરકાર તરફથી નથી મળી કોઈ મદદ
આલોકે જણાવ્યુ હતુ કે અચિંતાએ બંગાળ તરફથી નેશનલ સ્તર પર અને દેશ માટે ઇન્ટરનેશનલ સ્તર પર ઘણા મેડલ જીત્યા છે. દેશના અન્ય રાજ્યોમાં નેશનલ અને ઇન્ટરનેશનલ સ્તર પર મેડલ જીતવા પર ખેલાડીઓને રાજ્ય સરકાર તરફથી મદદ મળતી હોય છે, પરંતુ અચિંતાને બંગાળ સરકાર તરફથી આજ સુધી કોઈ જ પ્રકારની મદદ મળી નથી.