• Home
  • News
  • 20 વર્ષ બાદ કડાણા ડેમમાં પાણીનું સ્તર નીચું જતાં શિવલિંગના દર્શન થયા
post

ઉપરવાસમાં ઓછા વરસાદથી કડાણા જળાશયની સપાટીમાં ઐતિહાસિક ઘટાડો : સપાટી 383 ફૂટે પહોચતાં મંદિરના દ્વાર ખુલ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-10 09:48:31

દિવડા કોલોની: શ્રાવણના અંતિમ દિવસોમાં કડાણા ડેમની વચ્ચોવચ આવેલા ડુંગરની ગુફામાં નદીનાથ મહાદેવ મંદિરના દ્વાર ખુલતાં ભક્તો આનંદ વિભોર બન્યા હતા.ચાલુ વર્ષે ઉપરવાસમાં અને મહીસાગર જિલ્લામાં વરસાદ ઓછો પડતાં કડાણા જળાશયની ડેમની સપાટી ઘટીને 383 ફુટ જેટલી થતા ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે. ત્યારે પાણીની સપાટી ઘટતાં ડેમના ફરતે આવેલા ડુંગરની હારમાળાઓ વચ્ચે આવેલી ગુફામાં આવેલા મહાદેવ મંદીરના શીવલીંગના દર્શન થયા હતા. આશરે 20 વર્ષ બાદ ડેમમાં પાણીની સપાટી ઘટતાં બારેમાસ ડુબેલા રહેતું હતુ. મંદીર શ્રાવણ માસમાં દર્શન થતાં શિવભક્તો ધન્ય થયા હતા.

મંદિર પાણીમાં વર્ષો સુધી ડૂબેલું રહે છે.
કડાણા ડેમની ફરતે આવેલી ડુંગરની હારમાળાઓ વચ્ચે પત્થરની ગુફામાં નદીનાથ મહાદેવ મંદિર 1000 વર્ષ પુર્વેનું હોવાનું અહીંયા હાલ સેવાપૂજા કરતા ડાહ્યાભાઈ બાલધર ગોસાઈ મહારાજનું કહેવું છે વર્ષો પહેલાં સંત મહારાજા દ્વારા મંદિરની પુજા કરવા માટે અમારા બાપદાદા લોકોને 250 વીઘા જમીન દાનમાં આપી હતી. આ મંદિર કડાણા ડેમના નિર્માણ પછી ડુબાણમાં ગયું હતું. કડાણા ડેમના નિર્માણ પહેલા અહીંયા મહિપૂનમ ભાદરવી, પૂનમે મેળો ભરાતો હતો.જેમાં મોટી સંખ્યામાં લોકો આવતા હતા. પરંતુ ત્યાર બાદ ડેમના નિર્માણ થતાં ગુફામાં આવેલું નદીનાથ મહાદેવ મંદિર પાણીમાં વર્ષો સુધી ડૂબેલું રહે છે.

વર્ષો બાદ કડાણા ડેમમાં પાણીની સ્તર નીચું જતાં આ ઔલોકિક અને પૌરાણિક પત્થરોની ગુફામાં આવેલ મહાદેવ મંદિર ફરી એકવાર ખુલતાં દર્શનઘેલા ભક્તો આનંદવિભોર બની શિવ દર્શન માટે ઉમટી પડ્યા હતા. અત્રે નોંધનિય છેકે, નદીનાથ મંદિર ડેમના કેચમેંટ વિસ્તારમાં આવેલું હોવાથી તેના દર્શન માટે હોડી (નાવડી)નો ઉપયોગ કરી ત્યાં સુધી પહોચી શકાય છે. એક લોક વાયકા મુજબ અંગ્રેજો નાગમણિ મેળવવા લાલિયાલુહારનો પીછો કરતાં અંગ્રેજોથી બચવા તે આ મંદિરના ધરામા કુદી ગયો હોવાનું લોકોમાં ચર્ચાય છે. નદીનાથ મંદીર પાણીમાં ડુબેલુંજ રહે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post