• Home
  • News
  • ક્રિકેટ બાદ દક્ષિણ ફિલ્મ પ્રોડક્શનમાં નસીબ અજમાવશે ધોની, લોન્ચ કરી 'Dhoni Entertainment' કંપની
post

આ વાતની જાણકારી LetsCinemaએ રવિવારે ટ્વીટ કરીને આપી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-10 18:40:43

નવી દિલ્હી: મહેન્દ્ર સિંહ ધોની પોતાની કેપ્ટનશિપ માટે ફેમસ છે. તેમણે  ટીમ ઈન્ડિયાને ઘણી મેચમાં જીત અપાવી છે. તેઓ 15 ઓગસ્ટ વર્ષ 2020માં ઈન્ટરનેશનલ ક્રિકેટથી રિટાયરમેન્ટ લઈ ચૂક્યા છે પરંતુ તેઓ હજુ પણ IPLમાં રમી રહ્યા છે. હવે ક્રિકેટના મેદાન બાદ મહેન્દ્ર સિંહ ધોની દક્ષિણ ફિલ્મ પ્રોડક્શનમાં પોતાનુ ટેલેન્ટ બતાવવા તૈયાર છે. આ માટે તેમણે પ્રોડક્શન હાઉસ ખોલી દીધુ છે. 

ફિલ્મી દુનિયામાં બતાવશે દબદબો

મહેન્દ્ર સિંહે પોતાનુ પ્રોડક્શન હાઉસ ખોલી દીધુ છે. આ ધોની એન્ટરટેઈનમેન્ટના નામથી ચાલશે. આ વાતની જાણકારી LetsCinemaએ રવિવારે ટ્વીટ કરીને આપી છે. તેમણે એક ફોટો પણ શેર કર્યો, જેમાં ધોની છે અને તેમના પ્રોડક્શન હાઉસનુ નામ પણ છે.

3 ભાષાઓમાં બનશે ફિલ્મ

મહેન્દ્ર સિંહ ધોનીનુ પ્રોડક્શન હાઉસ જે પોસ્ટર સામે આવ્યુ છે તે અનુસાર તેમના પ્રોડક્શન હાઉસ હેઠળ તેલુગુ, મલયાલમ અને તમિલમાં ફિલ્મો બનાવવામાં આવશે. ધોની આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સની જેમ જ રમે છે આ કારણે તેમની તમિલનાડુમાં ખૂબ મોટી ફેન ફોલોઈંગ છે. તાજેતરમાં જ મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નઈનો પ્રવાસ પણ કર્યો હતો.