• Home
  • News
  • અસુરક્ષિત ગુજરાત:હાથરસ ગેંગરેપ બાદ ગુજરાતમાં 10 દિવસમાં બે ગેંગરેપ સહિત 13 દુષ્કર્મ, 5 સગીરા, બે મંદબુદ્ધિની મહિલા અને ત્રણ બાળકીઓ પર બળાત્કાર
post

13 ઓક્ટોબરે સુરતના પલસાણામાં દુષ્કર્મ આચરી મહિલાને ઝાડીઓમાં ફેંકી દીધી હોવાની આશંકા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-14 09:49:26

ઉત્તરપ્રદેશના હાથરસમાં એક દલિત યુવતી સાથે થયેલા ગેંગરેપ અને હત્યાનો મુદ્દો દેશભરમાં ગાજી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ રેપ અને ગેંગરેપની એક બાદ એક અનેક ઘટનાઓ સામે આવી રહી છે. છેલ્લા 10 દિવસમાં મહિલાઓ માટે સુરક્ષિત કહેવાતા ગુજરાતમા બે ગેંગરેપ સહિત 13 જેટલી દુષ્કર્મની ઘટનાઓ નોંધાઈ છે. 3 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર દરમિયાન બનેલી આ 13 ઘટનાઓની કુલ 15 પીડિતા છે. જેમાં 5 સગીરા, ત્રણ બાળકી, બે મંદબુદ્ધિની મહિલાઓ, ત્રણ યુવતી અને બે મહિલાનો સમાવેશ થાય છે.

3 ઓક્ટોબરઃ હળવદમાં માનસિક અસ્થિર મહિલા સાથે દુષ્કર્મ કરી વીડિયો શૂટ કર્યો
3
ઓક્ટોબરે હળવદના મોરબી ચોકડી પાસે લોકડાઉન સમયે પોલીસે બનાવેલી અસ્થાયી કોટડીમાં એક માનસિક અસ્થિર મહિલા સાથે નરાધમ દુષ્કર્મ આચરી રહ્યો હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. ત્યાર બાદ પોલીસે દુષ્કર્મી મહેન્દ્ર ગંગારામ રાઠોડ અને વિડીયો શૂટ કરનારા હરેશ જાદવને ઝડપી લીધા હતા. હળવદનો વતની મહેન્દ્ર રાઠોડ 20 દિવસ પહેલા હળવદ આવ્યો હતો અને તે વખતે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ સમયે હરેશ જાદવ ત્યાંથી નીકળતો હતો અને વીડિયો બનાવી લીધો હતો. આ વિડીયોમાં મહિલા સાથે એક બાળક પણ જોવા મળ્યું હતું. જેને મોરબી પોલીસે દત્તક લીધું હતું.

4 ઓક્ટોબરઃ જામનગરમાં સગીરાને ઊંઘની દવા પીવડાવી ચાર શખ્સો દ્વારા ગેંગરેપ
4
ઓક્ટોબરના રોજ જામનગરના યાદવનગરમાં રહેતી 17 વર્ષની સગીરા પર ચાર શખ્સોએ ગેંગરેપ કર્યો હોવાની ઘટના સામે આવી હતી. આ અંગે જામ થતા પોલીસે પરિવારજનોના નિવેદન નોંધી ત્રણ શખ્સની ધરપકડ કરી હતી.ત્યારબાદ ચોથા શખ્સને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. સગીરાને ઊંઘની દવા પીવડાવી ચાર શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

4 ઓક્ટોબરઃ સંતરામપુરમાં 2 વિધર્મી યુવકોએ બ્લેકમેઈલ કરી મહિલા પર ગેંગરેપ કર્યો
4
ઓક્ટોબરે મહીસાગર જિલ્લાના સંતરામપુર ટાઉન વિસ્તારમાં એક ગરીબ મહિલા પર વિધર્મી યુવકો દ્વારા દુષ્કર્મ ગુજારવાની નોંધાઈ હતી. સંતરામપુર તાલુકાની મહિલા પર વિધર્મી યુવાનો દ્વારા બ્લેકમેઈલ કરી ધમકીઓ આપી 15 દિવસ સુધી મહિલા પર વારંવાર ગેંગરેપ કર્યો હતો. આરોપીઓ મહિલાને પોતાના ઘરે બોલાવી ધમકાવી ગેંગરેપ કરી પીડિતા બાળકોને મારી નાખવા સહિતની ધમકી આપતા હતા. આમ છતાં પીડિતાએ હિંમત દાખવી સંતરામપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ બન્ને આરોપીની ધરપકડ થઈ હતી. આ મામલે ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચેરમેન લીલાબેન અંકોલિયાએ તપાસના આદેશ આપ્યા હતા. તેમજ મહિલાનું જ્યુડિશિયલ ફર્સ્ટ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવામાં આવ્યું હતું.

4 ઓક્ટોબરઃબોડેલીના યુવકે FB પર યુવતી સાથે મિત્રતા કરી ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના યુવક ધ્રુવ કામલીયાએ સોશિયલ મીડિયા પર એક યુવતી સાથે ફ્રેન્ડશિપ કરી પ્રેમસંબંધ રાખવા દબાણ કરી યુવતીને ઘરે બોલાવી હતી. જ્યાં રૂમમાં લઇ જઇ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ સમયે યુવકના માતા-પિતાએ પણ યુવતીને બચાવી નહોતી. ત્યારબાદ યુવકે વારંવાર યુવતીને મળવા બોલાવવા છતાં ન જતા યુવાને યુવતીનું FB એકાઉન્ટ હેક કરી યુવતીનો નગ્ન વીડિયો ફેસબુક પર અપલોડ કર્યો હતો. આ અંગે જાણ થતાં યુવતીએ વીડિયો ડિલિટ કર્યો હતો.યુવતીએ બોડેલી પોલીસ સ્ટેશનમાં આરોપી ધ્રુવનારાયણ હરીશકુમાર કામલીયા તથા તેની માતા ચારૂબેન કામલીયા અને તેના પિતા હરીશકુમાર કામલીયા વિરૂદ્ધમાં ફરિયાદ નોંધવી હતી.

4 ઓક્ટોબરઃ વડોદરામાં યુવાને લગ્નની લાલચ આપી 2 વર્ષ સુધી વિધર્મી યુવતી સાથે દુષ્કર્મ કર્યું
4
ઓક્ટોબરે વડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ પર રહેતા યુવકે વિધર્મી યુવતીને લગ્નની લાલચ આપીને 2 વર્ષ સુધી ઘરમાં રાખી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. વડોદરાની યુવતી અને વાસણા-ભાયલી રોડ પર 103, ડિવાઇન હાર્મની સોસાયટીમાં રહેતા અભિષેક હિતેશકુમાર ઠક્કર અલકાપુરીમાં આવેલી ખાનગી કંપનીમાં કામ કરતા હતા. આ દરમિયાન યુવતી અને યુવક વચ્ચે મિત્રતા થઇ હતી. બંને વચ્ચે મિત્રતા પ્રેમમાં પરિણમ્યા બાદ અભિષેકે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ઘરમાં રાખી હતી અને 2 મે, 2018થી લઇ 13 સપ્ટેમ્બર, 2020 દરમિયાન યુવતી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જેથી યુવતીએ આરોપી અભિષેક ઠક્કર સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

7 ઓક્ટોબરઃ જામનગરમાં પાડોશીએ મિત્રતા કેળવી સગીરાને પીંખી
7
ઓક્ટોબરે જામનગરમાં રહેતા એક પરીવારની 15 વર્ષની સગીર દીકરી સાથે મિત્રતા કેળવી પાડોશી શખ્સે બે-ત્રણ માસ પુર્વે દુષ્કર્મ આચર્યું હતું.ત્યારબાદ પરીજનોને મારી નાખવાની ધમકી આપી કુકર્મ કર્યું હોવાનો બનાવ બહાર આવ્યો હતો.પીડિતાના પિતાએ પોલીસને અરજી આપી હતી. જેની તપાસ બાદ આ વિગતો બહાર આવી હતી. આ મામલે પીડિતાના પિતાની ફરીયાદ પરથી સીટી બી પોલીસે ઇબ્રાહિમ અબ્દુલભાઇ ચૌહાણ સામે દુષ્કર્મ અને પોક્સો એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો.

8 ઓક્ટોબરઃ જસદણમાં ધર્મના માનેલા ભાઈએ જેની સાથે પરિચય કરાવ્યો તેણે જ દુષ્કર્મ આચર્યું
8
ઓક્ટોબરે રાજકોટ PGVCLમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કોમ્પ્યુટર ઓપરેટરની નોકરી કરતી જસદણની યુવતીએ જામનગરના કેતન દામજીભાઈ કાસુન્દ્રા નામના શખ્સ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.જેમાં તેણીએ જણાવ્યું હતું કે,જસદણથી બસમાં અપડાઉન કરતી ત્યારે રાજુ નામના વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો. બાદમાં યુવતી રાજુને ધર્મનો ભાઈ માનતી હતી. એકવાર બસમાં વિડીયો કોલ દ્વારા રાજુએ જામનગરમાં રહેતા મિત્ર કેતન સાથે સંપર્ક કરાવ્યો. બાદમાં કેતન સાથે યુવતીને પ્રેમસંબંધ બંધાયો. કેતન લગ્નની લાલચ આપી યુવતીને દીવ લઈ ગયો અને હોટલમાં ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં કેતને તારી જ્ઞાતિ અલગ હોવાથી સાથે લગ્ન ન કરી શકું તેવું કહેતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

8 ઓક્ટોબરઃ નવસારીના ખેરગામમાં અંગતપળોનો વિડીયો વાઈરલ કરવાની ધમકી આપી સગીરા પર દુષ્કર્મ
8
ઓક્ટોબરે નવસારીના ખેરગામમાં 13 વર્ષની સગીરાનો અંગતપળોનો વિડીયો વાઇરલ કરી દેવાની ધમકી આપી દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. પીડિતાએ તેના પરિવારને જાણ કર્યા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસ કિશોરીને મેડિકલ ચેકઅપ અને ઉંમરની ખરાઈ માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ ગઈ હતી. આ બનાવમાં તારા ફોટો મારી પાસે છે ડીલીટ મારવા હોય તો આવ એમ કહી યુવકે ફોન પર કિશોરીને ધમકાવી હતી.તું જાતે ડીલીટ મારી દે એમ કહેતા યુવકે કહ્યું તું નહી આવે તો હું ગ્રુપમાં વાઇરલ કરી દઈશ તેમ કહ્યું હતું. જેથી ડર ના માર્યા કિશોરી યુવકને મળવા ગઈ અને યુવકે એની લાજ લૂંટી સમાજમાં બદનામ કરી નાંખશે તેવી ધમકી આપી હતી.

8 ઓક્ટોબરઃ વડોદરામાં ટ્યૂશન કરાવતાં મેડમે 'ગુડ ટચ બેડ ટચ' વિશે સમજાવ્યું તો 3 બાળકીએ કહ્યું-પેલા અંકલ રોજ આવું કરે છે
વડોદરા શહેરના માણેજામાં એક જ કોમ્પ્લેક્સમાં રહેતી 3 બાળકીને હવસનો શિકાર બનાવતા શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. હવસ સંતોષવા ત્રણ-ત્રણ બાળકી સાથે શારીરિક અડપલાં અને દુષ્કર્મ આચરનાર શખ્સનાં કરતૂતો શહેર પોલીસના 'ગુડ ટચ બેડ ટચ'ના અભિગમથી બહાર આવ્યાં હતાં. માણેજાના જ એક કોમ્પ્લેક્સમાં રહેતો રજનીકાન્ત ભીમચન્દ્ર મહાંતો પાડોશ અને કોમ્પલેક્સમાં રહેતી 3 બાળકીને ઘણા સમયથી હવસનો શિકાર બનાવતો હતો. રાજનીકાન્ત બાળકીઓને ચોકલેટ,આઇસક્રીમ ખવડાવાના બહાને પોતાના ઘરના બેડરૂમમાં લઈ જઈ મોબાઇલમાં અશ્લિલ વિડીયો-ફોટો જોઇ ગુપ્તાંગો પર હાથ ફેરવી દુષ્કર્મ કરતો હતો. આ મામલે રજનીકાન્ત વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ, પોક્સો સહિત અન્ય કલમનો ઉમેરો કરી ગુનો નોંધવામાં આવ્યો હતો.

7 ઓક્ટોબરઃ જામજોધપુરના વરવાળાની સગીરા પર 6 માસમાં બે વખત દુષ્કર્મ, આઘાતથી પિતાનો આપઘાત
7
ઓક્ટોબરે જામજોધપુર તાલુકાના વરવાળા ગામે સગીરા પર કુતિયાણા પંથકના અશ્વિન ભીમશીભાઈ વાઢિયા નામના શખ્સે ધમકી આપીને દુષ્કર્મ આચરતાં છ માસમાં બે વખત દુષ્કર્મથી પીડાયેલી સગીરાની કથની તેના પિતાને ખબર પડતાં તેમણે ઝેરી દવા પીને આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો હતો. બીજી બાજુ, સગીરાએ પિતાના મોત બાદ હિંમત દાખવીને દુષ્કર્મી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

11 ઓક્ટોબરઃ છોટાઉદેપુરમાં મંદબુદ્ધીની યુવતી સાથે કૌટુંબિક કાકાએ દુષ્કર્મ ગર્ભવતી બનાવી
11
ઓક્ટોબરે છોટાઉદેપુર જિલ્લામાં અઠવાડિયામાં દુષ્કર્મની બીજી ઘટના સામે આવી હતી. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના એક ગામમાં 27 વર્ષની મંદબુદ્ધી યુવતી સાથે તેના કૌટુંબિક કાકાએ ખેતરમાં લઇ જઇને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે યુવતીના પિતાએ કવાંટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.એક વર્ષ અગાઉ યુવતીના ઘર પાસે જ રહેતા તેણીના પિતાના ફોઇનો પુત્ર પ્રવિણ રાઠવા યુવતીના ઘરે આવી યુવતીને તેના ખેતરમાં કામકાજ કરવાનુ છે, તેમ કહી અવારનવાર લઇ જતો હતો. યુવતી મંદબુદ્ધીની હોવાથી કૌટુંબિક કાકાએ ગેરલાભ લઇ યુવતી વારંવાર દુષ્કર્મ કર્યું હતું. ત્યાર બાદ થોડા મહિનામાં યુવતીનું પેટ મોટું થતું હોવાથી યુવતીના માતા-પિતાએ બેસીને પૂછતા યુવતીએ જાણવ્યું હતું કે, મને ખેતરમાં કૌટુંબિક કાકા વારંવાર મારી મરજી વિરૂદ્ધ ખરાબ કામ કર્યું હતું.

13 ઓક્ટોબરઃ કોડીનારમાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ, સ્થાનિક રાજકીય આગેવાન પર આરોપ
કોડીનાર પંથકમં સગીરા પર રાજકીય અગ્રણીએ દુષ્કર્મ આચરતાં ખળભળાટ મચી ગયો છે. 14 વર્ષની સગીરા ઉપર કોડીનારના રાજકીય અગ્રણીએ સગીરાના મામાની મદદથી દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે સગીરાના દાદીએ કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની વિગત અનુસાર, 14 વર્ષની સગીરા તેના નાની સાથે કોડીનાર રહેતી હતી. નાની સાથે રહેતી ભાણેજને તેના મામાએ ફાર્મ હાઉસમાં કામ કરવાના બહાને મોકલી હતી, જ્યાં સ્થાનિક રાજકીય આગેવાન પ્રવીણ ઝાલાએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે પ્રવીણ ઝાલા નામના શખસ સહિત સગીરાના મામા, નાની અને મકાનમાલિક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

13 ઓક્ટોબરઃ સુરતના પલસાણામાં દુષ્કર્મ આચરી મહિલાને ઝાડીઓમાં ફેંકી દીધી હોવાની આશંકા
13
ઓક્ટોબરે જિલ્લાના પલસાણાના ગંગાધરાના ગાંગપુર ગામ નજીકના રેલવે-ટ્રેક પાસેની ઝાડીમાંથી બિનવારસી ઇજાગ્રસ્ત હાલતમાં મહિલા મળી આવતાં તેને 108ની મદદથી સારવાર માટે સિવિલમાં ખસેડાઈ હતી. રેલવે અકસ્માતના કોલ સાથે મહિલાને ગંભીર હાલતમાં લવાતાં તબીબો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. તબીબી તપાસમાં મહિલા પર દુષ્કર્મ થયું હોવાની આશંકા બાદ તેને સિવિલમાં દાખલ કરી હતી. તબીબોની તપાસમાં મહિલાના હાથ-પગે ફ્રેક્ચર અને હોઠ કપાયેલી હાલતમાં હતાં. મહિલાની જાંઘ, માથાના ભાગે ઈજા અને ગુપ્તભાગેથી લોહી નીકળતું હતું. ઇજાગ્રસ્ત મહિલાની મહિલા પરિચારિકાને સાથે રાખી તપાસ કર્યા બાદ એવી આશંકા લાગી રહી છે કે અજાણી મહિલા પર દુષ્કર્મ આચરીને ફેંકી દેવાઈ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post