• Home
  • News
  • ઝામ્પા બાદ મેથ્યૂ વેડ કોરોનાથી સંક્રમિત, હવે આખી ઓસી ટીમ પર વાયરસનો ખતરો
post

બીજી તરફ ઓસી ટીમના કોચ એન્ડ્રુ મેકડોનાલ્ડને આશંકા છે કે ટીમમાં કોરોનાના બીજા પણ કેસ હોવાની શક્યતા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-29 19:05:38

નવી દિલ્હી: હાલમાં ચાલી રહેલા ટી-20 વર્લ્ડકપ વચ્ચે ઓસ્ટ્રેલિયાની આખી ટીમ પર કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે. પહેલા સ્પિનર એડમ ઝમ્પા અને હવે વિકેટકીપર મેથ્યુ વેડ કોરોનાથી સંક્રમિત થયો છે. બીજી તરફ ઓસી ટીમના કોચ એન્ડ્રુ મેકડોનાલ્ડને આશંકા છે કે ટીમમાં કોરોનાના બીજા પણ કેસ હોવાની શક્યતા છે.

ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમમાં એક જ વિકેટકીપર રાખ્યો છે.આમ શુક્રવારે ઈંગ્લેન્ડ સામે મેથ્યુ વેડનુ કોરોના છતા પણ રમવાનુ નિશ્ચિત હતુ.જોકે વરસાદે આ મેચ ધોઈ નાંખી હતી.ઓસી કોચે કહ્યુ હતુ કે, મેથ્યુ વેડ આ મેચમાં રમવાનો હતો.આ સંજોગોમાં ટીમના બીજા ખેલાડીઓ કોરોનાના સપાટામાં આવી શક્યા હોત.આ પહેલા એડમ ઝમ્પા કોરોનાના કારણે શ્રીલંકા સામેની મેચ રમી શક્યો નહોતો.

કોરોનાનુ જોર હળવુ થઈ ગયુ હોવાથી આઈસીસીએ કોરોનાથી સંક્રમિત થયેલા ખેલાડીને ડોકટરના અભિપ્રાયના આધારે ટીમમાં સામેલ કરવાની અને રમવાની છુટ આપી છે.જોકે તેના કારણે બીજા ક્રિકેટરો સંક્રમિત થવાની શક્યતા વધી રહી છે.