• Home
  • News
  • રણમાં 45 ડિગ્રી આગ ઓકતી ગરમીમાં મીઠું પકવતા અગરિયા, આસપાસ ક્યાંય વૃક્ષ નહીં એટલે છાંયડા માટે તરસવું પડે છે
post

ખારાઘોડામાં હિંદુસ્તાન સોલ્ટ લિ.માં સોમવારે ગરમીનો પારો 45 ડિગ્રી પાર નોંધાયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-26 09:55:50

ખારાઘોડા: પાછલા એક અઠવાડિયાથી પડી રહેલી અગનગોળા વરસાવતી કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. હાલમાં રણમાંથી ખારાઘોડા મીઠું ખેંચવાની સિઝન પુરજોશમાં ચાલી રહીં છે. ત્યારે સોમવારે ખારાઘોડા રણમાં ભયંકર લૂની સાથે ગરમીનો પારો 45 ડિગ્રીને પાર કરી જતા રણમાં મીઠું પકવતા અગરિયા સમુદાય અને મીઠાં મજૂરી થકી પેટીયું રળતા મીઠા કામદારોની હાલત અત્યંત કફોડી બનવા પામી હતી. એમાંય રણમાં માઇલો સુધી ક્યાંય ઝાડ કે ઝાડી ઝાંખર ન હોવાથી અગરિયાઓ અને મીઠા કામદારો વાહનોની આડમાં છાંયડો શોધી આરામ કરતા કેમેરામાં કેદ થઇ ગયા છે. આગામી એકાદ બે દિવસમાં હવામાન ખાતાએ ગરમીનો પારો 47 ડિગ્રીએ પહોંચવાની દહેશત વ્યક્ત કરી છે. ખારાઘોડામાં હિંદુસ્તાન સોલ્ટ લિ.માં સોમવારે ગરમીનો પારો 45 ડિગ્રી પાર નોંધાયો હતો. 

adv

Related News

post
post
post
post
post
post
post