• Home
  • News
  • વર્ષો જૂની સમસ્યા ઉકેલાઈ:ચોમાસામાં અંબિકા નદી રૌદ્ર બનતા 15થી વધુ ગામોના સંપર્ક વિહોણો બનવાની સમસ્યા ઉકેલાઈ, ધમડાછામાં 40 કરોડના ખર્ચે તૈયાર બ્રિજને આવતીકાલે ખુલ્લો મુકાશે
post

ચોમાસામાં NDRF અને SDRF ને નાવડી વડે લોકોને સુરક્ષિત રેસ્ક્યું કરવામાં આવતા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-17 18:38:10

નવસારી: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધમરાછા ગામ પાછી બનનારા બ્રિજ ને આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ લોકાર્પિત કરશે વર્ષોથી ચોમાસામાં 15 થી વધુ ગામો સંપર્ક વીમા બનતા હતા જેમને પાંચ કિલોમીટરનો ચકરાવો લઈને ગણદેવી આવું પડતું હતું તે સમસ્યાનો હવે નિકાલ થયો છે.

આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નવસારીની મુલાકાતે આવી રહ્યા છે જેમાં વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. નવસારી શહેર પાસે નિર્માણ થવા જઈ રહેલા પૂર્ણા ટાઈટલ ડેમનું ખાતમુહૂર્ત કરશે તેની સાથે જ ગણદેવી તાલુકાના ધમડાછામાં 40 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા બ્રિજનું પણ લોકાર્પણ કરશે.આ બ્રીજથી 50 હાજર લોકોને થશે ફાયદો થશે.જુના ડૂબાઉ પુલ ઉપર ચોમાસામાં અંબિકા નદીના પાણી વધતા પુલ પાણીમાં ગરકાવ થતો હતો.જેથી ગણદેવી સાથે 15થી વધુ ગામોનો સપર્ક કપાતો હતો.419 મીટરનો બ્રિજ આવતી કાલે મુખ્યમંત્રી દ્વારા લોકર્પીત થતા આ વિસ્તારના ખેડૂતો અને ગ્રામવાસીઓને ચોમાસામાં મોટી રાહત થઈ છે.

ચોમાસામાં NDRF અને SDRF ને નાવડી વડે લોકોને સુરક્ષિત રેસ્ક્યું કરવામાં આવતા હતા.તંત્રને પણ ગ્રામવાસીઓને સ્થળાંતર કર્યા બાદ તેમની અન્યત્ર વ્યવસ્થા કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.પણ હવે આ ફ્લાય ઓવર બ્રિજથી ભારે વરસાદ થાય અને અંબિકા નદી ગાંડીતૂર બને તોય કોઈ સમસ્યાનો સામનો કરવો નહિ પડે.

adv

Related News

post
post
post
post
post
post
post