• Home
  • News
  • અમદાવાદમાં 144 કલમનો ભંગ કરનાર 50 ટોળા સામે ગુનો નોંધાયો
post

ગઈકાલે સાંજે 5 વાગ્યે 50 લોકોનું ટોળું ભેગું થઈ હાથમાં થાળી વગાડી ગરબા રમતા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-23 11:07:53

અમદાવાદ: કોરોના વાઇરસને ફેલાવતો રોકવા તેની ચેઇન તૂટે તે માટે રવિવારે સમગ્ર દેશમાં જનતા કરફયુ પાળવામાં આવ્યો હતો. વડાપ્રધાને કરફ્યુ દરમ્યાન સાંજે 5 વાગ્યે આરોગ્ય, પોલીસ, ફાયર, મીડિયાકર્મીઓ સહિતના લોકોના આભાર માટે ઘરની બાલ્કનીમાં ઉભા રહી થાળી વગાડવા કહ્યું હતું. 

 

અમદાવાદમાં રાયપુર પોલીસ ચોકી પાસે સાંજે 5 વાગ્યે 50 લોકોનું ટોળું ભેગું થઈ હાથમાં થાળી વગાડી ગરબા રમતા હતા. કરફ્યુ દરમ્યાન બહાર ન નીકળવા સૂચના હોવા છતાં આ તમામ 50 લોકો ગરબા રમવા અને થાળી વગાડતા ખાડીયા પોલીસે લાઉડ સ્પીકરથી વિખેરાઈ ઘરે જવા સૂચના આપી હતી. અમદાવાદમાં 144 કલમ લાગુ હોવાથી કોઈપણ જગ્યાએ 4થી વધુ વ્યક્તિ ભેગી ન થઈ શકતા હોવા છતાં ટોળું ભેગું થતાં ખાડીયા પોલીસે 20 લોકોના નામજોગ સહિત 50ના ટોળા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post