• Home
  • News
  • અમદાવાદમાં આ બ્રિજ સુસાઇડ પોઇન્ટ તરીકે કુખ્યાત થયો, છેલ્લા 3 દિવસમાં જાણો કેટલા લોકો કૂદતા મચ્યો સન્નાટો?
post

અમદાવાદના સીટીએમ બરોડા એક્સપ્રેસ-વે પર ટ્રાફિક જામ ના થાય તેના માટે ડબલ ડેકર બ્રિજ બનાવવામાં આવ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-23 11:45:22

આજકાલ રાજ્યમાં સુસાઈડના કેસો કૂદકેને ભૂસકે વધી રહ્યા છે, ત્યારે અમદાવાદમાંથી એક મહત્વપૂર્ણ કહી શકાય તેવા એક સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના સીટીએમ બ્રિજ હવે સુસાઇડ બ્રિજ તરીકે પ્રખ્યાત થઇ રહ્યો છે. આ બ્રિજ પરથી બે દિવસમાં ત્રણ લોકોએ આત્મહત્યા કરતા સન્નાટો મચી ગયો છે, ત્યારે લોકોએ સુસાઈડ કેસો અટકાવવા માટે તંત્ર પાસે બ્રિજ પર રેલિંગ મુકવાની માંગ કરી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના સીટીએમ બરોડા એક્સપ્રેસ-વે પર ટ્રાફિક જામ ના થાય તેના માટે ડબલ ડેકર બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ તેની બનાવટના લીધે પહેલાથી જ વિવાદોમાં રહ્યો હતો. સીટીએમ ડબલ ડેકર બ્રિજ હવે સુસાઇડ પોઇન્ટ તરીકે કુખ્યાત થયો છે. આ બ્રિજ પરથી એક બાદ એક વ્યક્તિઓ આત્મહત્યા કરી રહ્યા છે. આ બ્રિજ પરથી લોકો અગમ્ય કારણોસર કૂદીને આત્મહત્યા કરે છે. આ બ્રિજ પરથી 2 દિવસમાં જ ત્રણ લોકોએ પડતું મૂકીને મોતને વહાલું કર્યું છે.


આ બ્રિજ પર વધી રહેલી આત્મહત્યાની ઘટનાઓના પગલે સ્થાનિકોમાં ચિંતા વધુ દેખાઈ રહી છે. સુવિધાઓ માટે બનાવેલા આ બ્રિજને લોકો આત્મહત્યા માટે ઉપયોગમાં લઇ રહ્યા છે. આ પહેલા સાબરમતી અને કાંકરિયા સુસાઇડ પોઇન્ટ તરીકે વધુ કુખ્યાત હતા. આ બ્રિજ પર દસ ફૂટની જાળી લગાવવાની માંગ લોકો હાલ કરી રહ્યા છે.

સીટીએમ ડબલ ડેકર બ્રિજમાં છેલ્લા દોઢ વર્ષમાં 15 લોકોએ આત્મહત્યા કરી છે. લોકડાઉન બાદ બેરોજગારી અને કંકાસના કારણે વધુ લોકો આત્મહત્યા કરે છે તેવા સંજોગોમાં પોલીસ પોઇન્ટ મુકવામાં આવે તો પણ ઘણા કિંમતી જીવો બચાવી શકાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post