• Home
  • News
  • અમદાવાદમાં દર કલાકે કોરોના પોઝિટિવના 10 કેસ, દર 7 મિનિટે શહેરમાં એક કોરોના પોઝિટિવ આવે છે
post

18 એપ્રિલના એક જ દિવસમાં દર કલાકે 10 કેસ આવ્યાં હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-20 09:29:35

અમદાવાદ: અમદાવાદમાં કોરોનાના કેસો બેકાબુ બની રહ્યા છે. ત્યારે શહેરમાં શનિવારે 24 કલાકમાં જ 240 કેસો નોંધાયા હતા. તે જોતા અમદાવાદમાં દર કલાકે 10 કોરોના પોઝિટિવના કેસ સામે આવે છે, એટલું જ નહીં દર 7 મિનિટે એક કોરોના પોઝિટિવનો દર્દી ઉમેરાય છે. અમદાવાદની સ્થિતિ દિનપ્રતિદિન ગંભીર થતી જાય છે.

 

ગુજરાતના કુલ કેસોમાંથી 60% એકલા અમદાવાદમાં આવ્યાં
ગુજરાતમાં અત્યાર સુધી કુલ 1376 કેસો નોંધાયા છે, જેમાં માત્ર અમદાવાદ શહેરમાં જ 862 કેસ એટલે કે આખા ગુજરાતમાં જેટલા કેસ આવ્યા તેમાંથી 60 % એકલા અમદાવાદમાં આવ્યાં છે. અમદાવાદમાં ગત 19 માર્ચના રોજ પ્રથમ 2 કેસ નોંધાય હતા. જેને આજે 19 એપ્રિલે એક મહિનો પૂરો થયો છે. આ એક મહિનામાં શહેરમાં કોરોના પોઝિટિવના દર્દીઓ વધી રહ્યા છે એક મહિનામાં અમદાવાદમાં કેસોની સંખ્યા 862 સુધી પહોંચી ગઈ છે એટલે કે 30 દિવસમાં 862 કેસ જોઈએ તો રોજના 29 કેશ આવતા હતા. પરંતુ 18 એપ્રિલના એક જ દિવસનું જોઈએ તો દર કલાકે 10 કેસ આવ્યાં હતા.

adv

Related News

post
post
post
post
post
post
post