• Home
  • News
  • અમદાવાદની હોસ્પિટલો ફુલ; 3 દિવસમાં 200 દર્દી વડોદરા, રાજકોટ જતા રહ્યા
post

ડોક્ટરો સહિત સામાન્ય દર્દીને બેડ મળતા ન હોવાની ફરિયાદ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-10 09:33:55

અમદાવાદ: છેલ્લાં ચાર દિવસથી અમદાવાદમાં સામાન્ય દર્દીને બેડ મેળવવામાં ઘણી તકલીફ પડી રહી છે. અમદાવાદ સિવિલમાંથી કેટલાક દર્દી ગાંધીનગર સિવિલમાં શિફ્ટ કરાયા છે. તેમજ અમદાવાદની હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ ન હોવાથી 14 દર્દીને વડોદરાની હોસ્પિટલમાં, 12 દર્દીને રાજકોટ શિફ્ટ કરાયા છે, જયારે 7ને જૂનાગઢ લઈ ગયા  છે. કુલ 50થી 200 દર્દી શિફ્ટ કરાયાનો દાવો ઓર્થોપેડિક સર્જન અને ડોક્ટર આગેવાન ડો. કનુ પટેલે કર્યો છે. 

છેલ્લા 3 દિવસમાં ડો. સ્નેહા અરોરા, ડો. બીના શાહ, ડો. દિનેશ પટેલને બેડ મળ્યા નથી. 4 દિવસમાં 14 ડોક્ટરો અને 22 લોકોના ફોન આવ્યાં કે, શહેરની હોસ્પિટલોમાં બેડ મળતા નથી.  કેટલીક હોસ્પિટલમાં ઘણા બેડ ખાલી છે અને કેટલીક હોસ્પિટલો 100 ટકા ભરાઇ ગઇ છે.  ડોક્ટરોને બેડ મળવામાં તકલીફ પડી રહી હોવાથી ડોક્ટર એસોસિએશને 3 દિવસથી એવું નક્કી કર્યું છે કે, એલોપેથી, હોમિયોપેથી અને આયુર્વેદિક ડોક્ટરોની કોવિડની સારવાર માટે સ્પેશ્યિલ હોસ્પિટલો રિઝર્વ્ડ રાખવી. 

IMAએ આ વિકલ્પ સૂચવ્યા

·         ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હોસ્પિટલ ચાલુ કરે,એસોસિએશન પ્રિમાઇસીસ આપશે.

·         22 બેડ આઇસીયુ અને અન્ય 28 બેડ મળીને 50 બેડની હોસ્પિટલ તૈયાર છે, જેમાં 50 બેડમાંથી 25 બેડ પ્રાઇવેટ દર્દી અને 25 બેડમાંથી 25 ટકા બેડ ડોક્ટર માટે રાખવા કોર્પોરેશનને વિનંતી કરીશું.

·         ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ માટે હોસ્પિટલમાં એક્સક્લુઝિવ રીતે બેડ ખાલી રખાય.

 

adv

Related News

post
post
post
post
post
post
post