• Home
  • News
  • લોકડાઉન બાદ એક તરફ વસ્તુઓ લેવા લોકોની લાંબી લાઈન, બીજી તરફ દુકાનની બહાર પાંચ ફૂટ દૂર કુંડાળા બનાવ્યાં
post

ડી-માર્ટમાં વસ્તુ લેવા આવેલા લોકોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-25 11:02:56

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 21 દિવસના લોકડાઉનની જાહેરાત બાદ રાતથી જ લોકો જીવન જરૂરીયાતની વસ્તુઓ લેવા બહાર નીકળી પડ્યા હતા. આજે સવારથી જીવરાજપાર્ક પાસે આવેલા ડી માર્ટમાં લોકોની લાંબી લાઈન લાગી હતી. ગ્રોસરી લેવા લાગી લોકોની લાંબી લાઈન હતી .જો કે ડી માર્ટમાં વસ્તુ લેવા આવેલા લોકોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. લાંબી લાઈન છતાં ડી માર્ટ બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી હતી જેના પગલે સ્થાનિકો રોષે ભરાયા. જીવન જરૂરીયાતની વસ્તુઓની દુકાન ચાલુ સરકાર ની જાહેરાત તેમ છતાં ડી માર્ટ બંધ કરવામાં આવતા લોકોએ હોબાળો કર્યો હતો.

લોકડાઉનનો અમલ શરૂ, દૂધ-દવા-કરીયાણાની દુકાનની બહાર ગ્રાહકો માટે પાંચ ફૂટ દૂર કુંડાળા બનાવ્યાં
અમદાવાદ: સમગ્ર દેશમાં આજથી 21 દિવસ લોકડાઉનની જાહેરાતમાં વડાપ્રધાન મોદીએ સોશિયલ ડિસ્ટનસ એટલે એકબીજાથી દૂર રહેવા કહ્યું હતું. ચીજ વસ્તુઓ લેવા જતી વખતે સોશિયલ ડિસ્ટન્સ રાખવા અપીલ કરવામાં આવી છે જેનો અમલ અમદાવાદમાં શરૂ થઈ ગયો છે. શહેરના વિવિધ વિસ્તારમાં દુકાનદારોએ દુકાનની બહાર ગોળ કુંડાળા બનાવ્યા છે. પાંચ ફૂટ દૂર કુંડાળા બનાવી વસ્તુ લેવા ઉભા રહેવા જણાવે છે. દવા, કરીયાણું અને દૂધની દુકાનો બહાર આવા કુંડાળા જોવા મળી રહ્યા છે. કેટલીક જગ્યાએ આનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post