• Home
  • News
  • માનવસેવા:અમદાવાદના વેપારી કોરોનાગ્રસ્ત 250થી વધુ લોકોને દરરોજ બે ટાઈમ વિનામૂલ્યે ઘર સુધી ટિફિન પહોંચાડી રહ્યા છે
post

લૉકડાઉન દરમિયાન ભૂખ્યાને જમાડવાથી શરૂ કરેલો સેવાયજ્ઞ આજે પણ અવિરત ચાલી રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-01 10:23:39

શહેરના એક વેપારી કોરોનાગ્રસ્ત 250થી વધુ લોકોને દરરોજ સવાર- સાંજે વિનામુલ્ય ટિફિન પહોંચાડે છે. આ સેવાયજ્ઞ તેમણે લૉકડાઉન વખતે ભૂખ્યાઓને જમાડવાથી શરૂ કર્યો હતો, જે આજે અવિરત ચાલી રહ્યો છે.

કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સંજોગો બદલાઈ જતા હોય છે. જે લોકો તમને સામાન્ય દિવસોમાં મળતા હોય તેને જાણ થાય કે તમને કોરોના થયો છે કે, તરત જ તમારાથી અંતર જાળવવાનું શરૂ કરી દે છે. આ સંજોગોમાં સ્વજનો પણ અંતર રાખે છે ત્યારે અમદાવાદનો એક પરિવાર કોરોના પોઝિટિવ લોકોની વિનામૂલ્યે ટિફિન સેવા કરી રહ્યો છે.

મે અકેલા હી ચલા થા જાનિબે મંઝીલ કી તરફ, લોગ આતે ગયે ઓર કારવાં બનતા ગયા આ શેરની જેમ જ શહેરના વેપારી પલક પટેલ અને તેમના પરિવારે કોરોના પોઝિટિવ અને આઈસોલેશનમાં રહેતા લોકોને બે ટાઈમ વિનામૂલ્યે જમાડવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે તેમણે એકલા હાથે આ કામ શરૂ કર્યું હતું, પરંતુ સમય જતા તેમાં લોકો જોડાતા ગયા અને આજે તેઓ મણિનગર,ઘોડાસર, ઈસનપુર અને વટવા વિસ્તારના 250થી વધુ કોરોના પોઝિટિવ લોકોને ટિફિન પહોંચાડી રહ્યા છે. આગામી સમયમાં શહેરના પશ્ચિમ વિસ્તારમા નારણપુરા, ઘાટલોડિયા, રન્નાપાર્ક સત્તાઘાર, ગુલાબ ટાવર સાયન્સ સિટી, વાડજ નિર્ણયનગર અને રાણીપમાં આ સેવા શરૂ કરવાના છે.

ફાર્માસ્યુટિકલ્સ સાથે જોડાયેલા વેપાર પલક પટેલે જણાવ્યુ હતું કે, લોકડાઉન દરમિયાન ભૂખ્યા લોકોને અમુક મિત્રોની મદદથી ખીચડી જમાડવાનું શરૂ કર્યું હતું. તેમાં વિચાર આવ્યો કે, એવા લોકોનું શું જેઓ હોમ ક્વોરન્ટાઈન છે અને તેમની પાસે જતા સ્વજનો કે સગાં ગભરાય છે તેમને કોણ જમાડશે.? બસ આ વિચાર આવ્યો અને તેને અમલમાં મુક્યો હતો. એક-બે ટિફિનથી શરૂઆત કરી, સોશિયલ મીડિયામાં સમાજના ગ્રુપમાં વાત મુકી અને આ સેવાયજ્ઞમાં લોકોએ આર્થિક મદદ કરવાનું શરૂ કર્યું પછી તો આ સેવામા દિનપ્રતિદિન વધારો થવા લાગ્યો અને આજે અમે પૂર્વના લગભગ કોરોનાગ્રસ્ત લોકોને બે ટાઈમ મફત જમવાનુ પૂરું પાડી રહ્યા છીએ.

હાલમાં તેઓ ભાઈ અમિત પટેલ અને પુત્ર પ્રથમ પટેલ આ ટિફિન સેવા માટે પોતાનો સમય આપી રહ્યા છે, તેમા બીજા લોકો પણ જોડાઈ રહ્યા છે. દિવસની શરૂઆતથી મોડી સાંજ સુધી અલગ અલગ વિસ્તારોમાં રહેતા કોરોનાગ્રસ્ત લોકોને તેઓ નિશુલ્ક ભોજન પૂરું પાડી રહ્યા છે.

લોકો પાસેથી મળતા ફંડથી સેવા શરૂ કરી
પલક પટેલના અનુસાર તેમને લોકો મારફતે મળતા ફંડથી તેઓ અલગ અલગ હોટલનું સાત્વિક ભોજન લોકો સુધી પહોંચાડી રહ્યા છે. એટલુ જ નહીં લોકોને તેમની ઈચ્છા પ્રમાણેનું ભોજન અપાય છે. જો કોઈ વ્યક્તિ જૈન હોય તો તેમના સુધી તેઓ જૈન ટિફિટન પહોંચાડે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post