• Home
  • News
  • શિવમ અને વૃષ્ટીને ક્રાઇમ બ્રાંચ પરત લાવી
post

અમદાવાદના હાઇપ્રોફાઇલ વૃષ્ટી જસુભાઈ અને શિવમ પટેલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને કસોલથી શોધી લીધા બાદ આજે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-11 15:45:11

અમદાવાદના હાઇપ્રોફાઇલ વૃષ્ટી જસુભાઈ અને શિવમ પટેલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને કસોલથી શોધી લીધા બાદ આજે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. વૃષ્ટી અને શિવમ કુલ્લુના કસોલ પાસેથી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મળી આવ્યા હતા. અભિનેત્રી સોહાઅલી ખાને ટ્વીટ કરી અને અમદાવાદની ગુમ વૃષ્ટી જસુભાઈ કોઠારીની તલાશ માટે ઝંપલાવતા આ મામલો ગરમાયો હતો. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે વૃષ્ટી તેના મિત્ર શિવમ પટેલ સાથે ઘર છોડીને જતી રહી હતી. આજે બંને મિત્રોને લઈ અમદાવાદ ઍરપૉર્ટ પર પોલીસ આવી પહોંચી ત્યારે શિવમના માતાપિતાએ તેનું બૂકે આપી સ્વાગત કર્યુ હતું. ઍરપૉર્ટ ખાતે મીડિયા સાથે વાત કરતા શિવમ પટેલે કહ્યું હતું કે અમે શાંતિની શોધમાં ગયા હતા.

શિવમ પટેલને જોઈને તેની માતા ભાવુક થઈ ગઈ હતી. માતાએ 10 દિવસથી ગુમ થયેલા દીકરાને વ્હલાથી ભેટતાં ભાવુક દૃશ્યો સર્જયા હતા.વૃષ્ટીને લેવા માટે ઍરપૉર્ટ પર તેના મતાપિતા નહોતા આવ્યા. જોકે, પોલીસ બંનેને લઈને સીધા ક્રાઇમ બ્રાન્ચ જવા માટે જ રવાના થઈ હતી.શિવમે કોઈ સાધુ માથે અંબોડો રાખે તેવો અંબોડો રાખેલો હતો. અગાઉ બંને મિત્રો સંસાર છોડવાની વાત કહી હતી. શિવમના દેખાવને જોતાં તે કોઈ અલગ અવસ્થામાં હોય તેવું જણાતું હતું.