• Home
  • News
  • કોરોનાથી મૃત્યુ મામલે અમદાવાદ ત્રીજા નંબરે, નવા 133 કેસ, વધુ ત્રણનાં મોત
post

શાહીબાગની ડ્રીમપ્લાઝા સોસાયટીમાં 10, ખાડિયાની જેઠાલાલની પોળમાં 7 કેસ નોંધાયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-12 10:37:11

અમદાવાદ: કોરોનાથી મૃત્યુ પ્રથમ નંબર રહેલું અમદાવાદ હવે રાજ્યમાં ત્રીજા નંબરે સરક્યું છે. મંગળવારે કોરોનાથી સુરતમાં 5, રાજકોટમાં 4 દર્દીનાં મોત થયા હતા. અમદાવાદમાં 3 દર્દીના મોત થયાં હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં નવા 139 કેસ નોંધાયા હતા.

શહેરની ખાડિયા વિસ્તારની જેઠાલાલની પોળમાં કોરોનાના 7 કેસ નોંધાતા મ્યુનિ.એ 135 મકાનોની પોળને સીલ કરી છે. જ્યારે શાહીબાગ વિસ્તારમાં આવેલી ડ્રીમપ્લાઝા સોસાયટીમાં 10 કોરોના સંક્રમિત આવતાં સોમવારે તેને માઈક્રો કન્ટેઈનમેન્ટ કરાઈ હતી. કેસની સમીક્ષા બાદ નવા 12 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ જાહેર કરાયા છે. જ્યારે 24 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાંથી હટાવાયા છે. આ સાથે શહેરમાં હવે 241 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટ હેઠળ છે.

દસ્ક્રોઈમાં પાંચ સહિત જિલ્લા 11 કેસ : અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના 5 સહિત કોરોના પોઝિટિવના 11 કેસ નોંધાયા હતા. કુલ આંકડો 1442 પર પહોંચ્યો છે. જિલ્લાના દસ્ક્રોઇ 5, સાણંદ 4, ધોળકા 1 અને વિરમગામમાં 1 પોઝિટિવ કેસ નોંધાયા હતા. તાલુકા પ્રમાણે જોઈએ તો દસ્ક્રોઇ 240, સાણંદ 339, ધોળકા 361, વિરમગામમાં 154 પોઝિટિવ કેસ છે.

નવા માઈક્રો કન્ટેઈનમેન્ટ

·         ભગીરથ બંગલો, વટવા

·         ઇશ્વરનગર સોસા., મણિનગર

·         અંબેનગર, નારોલ

·         જેઠાલાલની પોળ, ખાડિયા

·         ભીલ સોસાયટી, અમરાઇવાડી

·         મગન કુંભારની ચાલી, ગોમતીપુર

·         ક્રિશ્નાનગર સોસાયટી, ચાંદલોડિયા

·         ઉપેન્દ્ર પાર્ક સોસાયટી, થલતેજ

·         ભગવાન ભવન સોસા., પ્રહલાદનગર

·         વાસુપુજ્ય સોસાયટી, સાબરમતી

·         ઋષભ ફ્લેટ, નવાવાડજ

 

adv

Related News

post
post
post
post
post
post
post