• Home
  • News
  • અમદાવાદમાં એક જ દિવસે 163 કેસનો રેકોર્ડ, 6 જ દિવસમાં ગુજરાતમાં કેસ 468થી ડબલ વધીને 1021 થયા
post

માત્ર 28 દિવસમાં અમદાવાદમાં 2 કેસ થી વધી ને 545 સુધી પહોંચી ગયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-17 12:31:43

અમદાવાદ: અમદાવાદ શહેર હવે કોરોનાના હોટસ્પોટની સાથે દેશના અન્ય શહેરો કરતા વધુ ગંભીર સ્થિતિમાં મુકાઈ રહ્યું છે. અમદાવાદમાં 19 માર્ચે પહેલા બે કોરોના પોઝિટિવના કેસ આવ્યા હતા. જ્યાંથી શરૂ થયેલો કોરોનાનો કહેર રોજેરોજ વધતો જ જાય છે. તેમાં પણ 16 એપ્રિલના રોજ તો સૌથી વધુ 163 દર્દી સાથે રેકોર્ડ કર્યો છે, અમદાવાદના હોટસ્પોટમાં તો કોરોના કાબુમાં આવતો નથી, ત્યાં બીજા વિસ્તારમાં પણ ફેલાવા લાગ્યો છે.


અમદાવાદમાં પહેલા 100 દર્દીઓ 16 દિવસમાં નોંધાયા હતા
અમદાવાદમાં  કોરોનાનો પગપેસારો અને એનો વધારો જોવા જઈએ તો અમદાવાદમાં પહેલા 100 દર્દીઓ 16 દિવસમાં નોંધાયા હતા, પછી બીજા100 દર્દી 3 જ દિવસમાં આવ્યા હતા અને કાલે તો એક જ દિવસમાં 100 કેસો આવતા આખું તંત્ર ઊંધામાથે લાગી ગયું છે. આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં 11મી એપ્રિલે 468 કેસ હતા, અને માત્ર 5 દિવસમાં જ ડબલ એટલે કે 17 એપ્રિલે 1021 કેસ થઈ ગયા છે.

adv

Related News

post
post
post
post
post
post
post