• Home
  • News
  • નિત્યાનંદ આશ્રમની બંન્ને સંચાલિકાઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ગુજરાત બહાર જવાની મંજૂરી આપી
post

પ્રાણપ્રિયા તેમજ પ્રિયાતત્વાએ જામીનની શરતોમાં ફેરફાર કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-04 12:02:49

અમદાવાદ: હીરાપુર સ્થિત નિત્યાનંદ આશ્રમમાં યુવતી ગુમ થવા મામલે તેમજ બાળકોને ગોંધી તેમની પાસે પ્રમોશનલ એક્ટિવિટી કરાવતા હોવાને લઇ નિત્યાનંદ અને તેમની બે સંચાલિકાઓ સામે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ધરપકડ કરી હતી. હાલમાં પ્રાણપ્રિયા તેમજ પ્રિયાતત્વાની બંન્ને સંચાલિકાઓએ  જામીનની શરતોમાં ફેરફાર કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે માન્ય કરી છે. બંન્ને સંચાલિકાઓ કર્ણાટક જવા માંગે છે તેથી તેઓને ગુજરાત બહાર જવા માટે છૂટ આપી દેવાઈ છે.

પહેલા સંચાલિકાઓ અમદાવાદની બહાર જઈ શકતી ન હતી
અગાઉ પણ કોર્ટે બંન્ને સંચાલિકાઓની શરતી જામીન અરજી મંજૂર કરી હતી. પરંતુ તે અમદાવાદની બહાર જઈ શકતી ન હતી. ત્યારે હવે સંચાલિકાઓને કર્ણાટક જવાની ઈચ્છા સાથે કોર્ટેમાં જામીન અરજીમાં કેટલાક ફેરફાર કરવા માટે અરજી કરી છે. જેને કોર્ટે માન્ય કરી બંન્નેને ગુજરાત બહાર જવા દેવાની મંજૂરી આપી દીધી છે.


બાળકોને ગોંધી રાખવાના કેસમાં બંન્ને સંચાલિકાઓની ધરપકડ કરાઈ હતી
સ્વામી નિત્યાનંદ આશ્રમમાં બાળકો પાસે પ્રમોશનલ એક્ટિવિટી કરાવીને યજમાનો પાસેથી રૂ. 1થી 7 કરોડ ઉઘરાવવામાં આવતા હોવાનો આરોપ અને પુષ્પક સિટીમાં બાળકોને ગોંધી રાખવાના કેસમાં વિવેકાનંદનગર પોલીસે આશ્રમની બે સંચાલિકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાની ધરપકડ કરી છે. ત્યાર બાદ સાંજે બન્ને સંચાલિકાઓને મિર્ઝાપુર કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post