• Home
  • News
  • અમદાવાદનું પ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિર 17 જૂન સુધી નહીં ખૂલે
post

મંદિર ખૂલ્યા પછી પણ દર્શન માટે 10 સેકન્ડ મળશે, પ્રસાદ નહીં અપાય, માસ્ક ફરજિયાત

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-05 11:31:52

અમદાવાદ: અમદાવાદનું પ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિર 8 જૂને નહીં ખોલવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે. ભક્તો અને આર્મીના જવાનોની સેફ્ટીને ધ્યાનમાં રાખીને મંદિર 17 જૂન સુધી ન ખોલવાનો નિર્ણય લેવાશે. મંદિરનાં ટ્રસ્ટીઓ થોડા દિવસોમાં 17 જૂન સુધી મંદિર ખુલશે કે નહીં તે અંગેનો નિર્ણય કરશે. સવાર અને સાંજની આરતી સમયે ભક્તોને પ્રવેશ ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

આ વિશે મંદિરનાં પ્રમુખ ટ્રસ્ટી પાર્થિવકુમાર અધ્યારુએ જણાવ્યું હતું કે, મંદિર કેન્ટોનમેન્ટ વિસ્તારમાં હોવાથી જવાનોમાં સંક્રમણ ન ફેલાય તેનું વિશેષ ધ્યાન આપવાનું છે. અમે કેન્ટોનમેન્ટ બોર્ડ મંજૂરી આપે પછી જ મંદિર ખોલીશું. હાલમાં 17 જૂન સુધી મંદિર નહીં ખૂલે. યોગ્ય તૈયારીઓ બાદ અમે નક્કી કરીશું કે 17 જૂન પછી મંદિર ખોલવું કે નહીં. આરતીમાં માત્ર પૂજારી જ હાજર રહેશે તો બીજી બાજુ મંદિર સવારે 9થી 4.30 સુધી ખુલ્લુ રહેશે. દર્શનાર્થીઓને 10 સેકન્ડનો સમય અપાશે જેથી વધુ લોકો ભગવાનના દર્શનનો લાભ લઇ શકે. 


આરતીમાં ભક્તોને પ્રવેશ નહીં મળે
માસ્ક ફરજિયાત. પૂજા-પાઠ નહીં કરી શકાય, પ્રસાદ પણ નહીં અપાય
આરતીમાં ભક્તો નહીં આવી શકે. દર્શનનો સમય 9થી 4.30નો રહેશે. 
ગેટથી મંદિર સુધીનાં ઇ-વાહનો બંધ રહેશે. વૃદ્ધો ઘરે રહે તે હિતાવહ. 
નિયત કરેલા માર્ગ પર ઊભા રહીને દર્શન કરીને બહાર નીકળવું. 
પગરખાં કાઢ્યા પછી હાથ સેનિટાઇઝ કરવા. 10 સેકન્ડમાં દર્શન કરવા જેથી બીજા લાભ લઇ શકે. 
દાન હાથોહાથ નહીં સ્વીકારાય. દાનપેટી અથવા તો ઇ-પેમેન્ટથી કરવાનું રહેશે. 

adv

Related News

post
post
post
post
post
post
post