• Home
  • News
  • સેટેલાઈટમાં ચાલતા હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધાર યુવતી સહિત બેની ધરપકડ
post

શ્યામલ રો હાઉસ- 2માં વિદેશી યુવતીઓને બોલાવી દેહવ્યાપાર પતિ-પત્ની ભાગીદારીમાં ચલાવતા હતાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-29 11:31:58

અમદાવાદ: શહેરના સેટેલાઈટ વિસ્તારમાં પતિ-પત્ની દ્વારા ચલાવતા હાઈપ્રોફાઈલ સેક્સરેકેટનો પર્દાફાશ અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચે કર્યો છે. પોલીસે મુખ્ય સૂત્રધાર યુવતી સહિત બેની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી ફરાર છે. વિદેશી યુવતીઓને અમદાવાદમાં લાવી ગ્રાહકો પાસેથી 7000થી 14000 રૂપિયા લઇ દેહવ્યાપાર ચલાવતાં હતા. એસીપી મીની જોસેફ વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ દિવસથી આ રેકેટ ચલાવતાં હતા. મહિલાનો પતિ ફરાર થઈ ગયો છે. મહિલા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

ગ્રાહક પાસેથી જે પૈસા આવે તેમાંથી 50 ટકા યુવતીઓને આપતા હતા
મહિલા ક્રાઇમ બ્રાન્ચના એસીપી મીની જોસફને બાતમી મળી હતી કે, સેટેલાઈટ વિસ્તારમાં શ્યામલ રો-હાઉસ વિભાગ-2માં રીતુ પટેલ નામની મહિલા વિદેશી છોકરીઓ લાવી દેહવ્યાપાર ચલાવે છે. જેના આધારે પશ્ચિમ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એચ.એસ.જાડેજા અને ટીમે નકલી ગ્રાહક તૈયાર કરી શ્યામલ રો- હાઉસમાં મોકલ્યો હતો. વિદેશી છોકરીઓ હોવાની પાકી માહિતી મળતાં જ પોલીસે ઘરમાં દરોડો પાડ્યો હતો. ઘરમાં રીતુ પટેલ (ઉ.વ.36)નામની મહિલા મળી આવી હતી. ઉપરના માળેથી એક ઉઝબેકિસ્તાનની રહેવાસી યુવતી મળી આવી હતી. પોલીસે રીતુ પટેલની પૂછપરછ કરતા છેલ્લા બે વર્ષથી 15000ના ભાડા પર મકાન રાખીને પતિ તુષાર પટેલ સાથે રહે છે. વિદેશથી યુવતીઓ લાવી અને ઉપરના માળે દેહવ્યાપાર ચલાવે છે. ગ્રાહકો પાસેથી 7000થી લઇ 14000 જેટલા પૈસા લે છે જેમાં 50 ટકા યુવતીઓને આપે છે બાકીના 50 ટકા તે રાખી લે છે. પતિ તુષારના મિત્ર ભરત મકવાણા (રહે. જીવરાજપાર્ક) સાથે મળી આ વ્યવસાય ચલાવે છે. વિદેશી યુવતીને ત્રણ દિવસ પહેલા જ અમદાવાદ લાવ્યા હતા.

બંન્ને યુવતીઓને 5000 રૂપિયામાં 5 દિવસ માટે લાવ્યા હતા
પોલીસે ભરત મકવાણાની પણ અટકાયત કરી પૂછપરછ કરતા દિલ્લીમાં ઉસ્માનભાઈ નામના વ્યક્તિ પાસેથી આ યુવતીને દિલ્લીથી અમદાવાદ મંગાવી હતી. પાંચ દિવસ રાખવાના 5000 રૂપિયા ઉસ્માનભાઈને આપવાનું નક્કી કર્યું હતું. મહિલા ક્રાઈમ બ્રાન્ચની ટીમે બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે ફરાર તુષાર પટેલને ઝડપવા તજવીજ શરૂ કરી છે. કેટલી યુવતીઓને અમદાવાદ લાવી અનૈતિક વ્યાપાર ચલાવતા હતા તેની તપાસ શરૂ કરી છે.

adv

Related News

post
post
post
post
post
post
post