• Home
  • News
  • રેડ ઝોનમાં તબદિલ થયેલું અમદાવાદ કોરોનાના સૌથી વધુ પોઝિટિવ કેસ ધરાવતા શહેરોમાં ચોથા ક્રમે
post

20 માર્ચે 1લો કેસ નોંધાયા બાદ 10 દિવસ સુધી અમદાવાદમાં 23 કેસ ઉમેરાયા, પછીના 14 દિવસમાં 350 કેસનો ઉમેરો

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-15 08:52:47

અમદાવાદ. કોરોના મહામારી અત્યારે ભારતને બરાબર ભરડામાં લઈ રહી છે ત્યારે દેશમાં કુલ પોઝિટિવ કેસનો આંક 10,776 થયો છે. જ્યારે મૃતકોની સંખ્યા 361 થઈ છે. શહેરવાર કોરોનાના કેસની દૃષ્ટિએ જોઈએ તો અત્યારે મુંબઈ (1550), દિલ્હી (1154) અને જયપુર (441) બાદ અમદવાદ 351 કેસ સાથે આખા દેશમાં ચોથા ક્રમે છે. અમદાવાદ આ સાથે દેશમાં કોરોના હોટસ્પોટના રેડઝોનમાં આવી ગયું છે. શહેરમાં કૂદકેને ભૂસકે કોરોના પોઝિટિવની સંખ્યા વધી રહી છે અને તેમાં લોકલ ટ્રાન્સમિશનનું પ્રમાણ 75 ટકા કરતા પણ વધુ છે. અમદાવાદના કોટ વિસ્તારમાં સ્થિતિ સ્ફોટક છે અને હજી પણ પોઝિટિવ કેસનો આંકડો ઘણો ઊંચો રહેશે તેવી દહેશત છે.

મુંબઈમાં 1550 કેસ સાથે ટોચે, દિલ્હી-જયપુરમાં પણ હાહાકાર

આખા દેશની વાત કરીએ તો અત્યારે મહારાષ્ટ્રની સ્થિતિ સૌથી વિકટ છે. મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 2455 થયો છે, જેમાં મુંબઈ એકલામાં જ 1550 કેસ નોંધાયા છે. ત્યારબાદ પૂણે 308 કેસ સાથે રાજ્યમાં બીજા સ્થાને છે. મુંબઈની ગીચ વસતિ, બહારથી આવેલા લોકોમાંથી ઝડપથી ફેલાયેલા લોકલ ટ્રાન્સમિશન અને ટેસ્ટિંગની કામગીરીમાં થયેલા વિલંબને કારણે એકાએક આટલી વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. બીજીતરફ દિલ્હીમાં પણ પોઝિટિવ કેસનો આંકડો 1000ને પાર કરીને 1154 થઈ ગયો છે. જ્યારે જયપુરમાં 441 પોઝિટિવ કેસ આજ સુધીમાં નોંધાયા છે.

અમદાવાદમાં કોટ વિસ્તાર-તબલિઘી જમાતના સંક્રમણે સ્થિતિ વકરાવી

અમદાવાદમાં 20 માર્ચે કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો હતો, જેમાં ફોરેન ટ્રાવેલ હિસ્ટ્રી હતી. ત્યારબાદ 10 દિવસની અંદર વધુ 22 કેસ નોંધાતા 30મી સુધીમાં આંક 23 થયો હતો. પરંતુ ત્યારબાદ એપ્રિલમાં દિલ્હીના નિઝામુદ્દીન ખાતેના મરકજમાંથી આવેલા તબલિઘી જમાતના લોકોના સંક્રમણને કારણે અમદાવાદમાં કોરોના પોઝિટિવના કેસમાં રીતસરનો ઉછાળો આવ્યો અને 4 એપ્રિલે તો એક જ દિવસમાં 50 કેસ નોંધાયા હતા. બીજીતરફ અમદાવાદના કોટ વિસ્તાર, ખાસકરીને કાલુપુર, દરિયાપુર મરકજ, દાણીલીમડા જેવા કોટ વિસ્તારમાં કેસનું પ્રમાણ સ્ફોટક રીતે વધવા લાગ્યું અને 14 એપ્રિલ સુધીમાં અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 373 થઈ ગયો છે. 

દેશમાં કોરોનાની સ્થિતિ

શહેર- પોઝિટિવ કેસ

મુંબઈ - 1550

દિલ્હી- 1154

જયપુર- 441

અમદાવાદ- 351

ઈન્દોર- 328

પૂણે- 308

ચેન્નઈ- 208

 

adv

Related News

post
post
post
post
post
post
post