• Home
  • News
  • પોલિટિકલ એનાલિસ્ટ હોવાનો દાવો કરતી અમદાવાદની યુવતીએ બોમ્બે હાઇકોર્ટના જસ્ટિસને કોન્ડોમનાં પેકેટ મોકલ્યાં
post

દેવશ્રી ત્રિવેદી નામની યુવતીનો દાવો છે કે જજે કેટલાક વિવાદાસ્પદ ચુકાદા આપી આરોપીઓને છોડી મૂક્યા, જેનાથી પોતે વ્યથિત છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-19 10:18:48

બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચનાં જસ્ટિસ પુષ્પા ગનેડીવાલાએ જાતીય શોષણ મામલે સુનાવણી દરમિયાન બે વિવાદાસ્પદ ચુકાદા આપ્યાં હતાં, જેમાં એક ચુકાદામાં કહ્યું હતું કે 12 વર્ષની બાળકીનું ટોપ ઉતાર્યા વિના તેની બ્રેસ્ટને ટચ કરવું પોસ્કો હેઠળ અપરાધ નથી. બીજા ચુકાદામાં તેમણે કહ્યું હતું કે બાળકીનો હાથ પકડીને પેન્ટની ચેન ખોલવી પોસ્કો હેઠળ ગુનો નથી બનતો. આ ચુકાદાના વિરોધમાં અમદાવાદની એક મહિલાએ જસ્ટિસ પુષ્પાની ઓફિસમાં 150 કોન્ડોમનાં પેકેટ મોકલ્યાં છે.


કોણ છે જસ્ટિસને કોન્ડોમ મોકલનારી યુવતી?
પોલિટિકલ એનાલિસ્ટ હોવાનો દાવો કરતી અમદાવાદની એક યુવતીએ બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચનાં જસ્ટિસ પુષ્પા ગનેડીવાલાને કોન્ડોમનાં પેકેટ મોકલ્યાં છે. હાઈકોર્ટના જજને કોન્ડોમ મોકલનારી દેવશ્રી ત્રિવેદી નામની યુવતીએ યુટ્યૂબ પર વીડિયો પણ અપલોડ કર્યા છે, જેમાં તેણે 12 પેકેટમાં 150 જેટલાં કોન્ડોમ્સ બતાવ્યાં છે અને તેને નાગપુર તેમજ હાઈકોર્ટ રજિસ્ટ્રી તેમજ જજના સત્તાવાર એડ્રેસ સહિત અલગ-અલગ જગ્યાઓએ કોન્ડોમ મોકલ્યાં હોવાનું જણાવ્યું છે. આ વીડિયો 13 ફેબ્રુઆરીએ અપલોડ કરવામાં આવ્યો હતો.

કોર્ટના ચુકાદા સામે કેમ નારાજ થઈ યુવતી
દેવશ્રી ત્રિવેદીએ પોતાના કૃત્યનો બચાવ કરતાં જણાવ્યું હતું કે સગીર છોકરીઓની જાતીય સતામણી કરવાના કેસમાં જજે જે પ્રકારના એક પછી એક ચુકાદા આપ્યા છે અને આરોપીઓને છોડી મૂક્યા છે એનાથી પોતે વ્યથિત છે. કોન્ડોમ એ જજ દ્વારા અપાયેલા 'સ્કિન ટુ સ્કિન'ના જજમેન્ટનું પ્રતીક છે, જેમાં 12 વર્ષની છોકરીની છાતી પર હાથ ફેરવનારા આરોપીને કોર્ટે સ્કિનથી સ્કિનનો ટચ નથી થયો એમ કહી પોક્સોના આરોપમાં નિર્દોષ જાહેર કર્યો હતો. કોર્ટનું આ જજમેન્ટ ખૂબ જ વિચિત્ર હતું અને હું પીડિતા તેમજ તેના પરિવારની પીડા સમજી શકું છું.


યુવતી આગામી દિવસોમાં વિવાદાસ્પદ ચુકાદાઓ સામે અભિયાન ચલાવશે
આગામી દિવસોમાં પોતે જસ્ટિસ ગનેડીવાલા દ્વારા પોક્સો એક્ટ હેઠળ અપાયેલા વિવાદાસ્પદ ચુકાદાઓ સામે અભિયાન શરૂ કરશે એવી વાત કરતાં દેવશ્રી ત્રિવેદીએ જણાવ્યું હતું કે હું રાહ જોઈ રહી છું કે આપણા કોઈ રાજકીય પક્ષના નેતા દ્વારા આ અંગે કોઈ સવાલ ઉઠાવવામાં આવે છે કે નહીં. નવાઈની વાત એ છે કે અત્યારસુધી કોઈ પીડિતાના ટેકામાં નથી આવ્યું. જેથી મેં નક્કી કર્યું હતું કે હવે હું જ આ મુદ્દો ઉઠાવીશ. હું જજને મારા સવાલોનો જવાબ આપવાનો પડકાર આપું છું. મને કોર્ટની અવમાનનાનો કોઈ ડર નથી, હું પણ કાયદો જાણું છું અને દરેકને વિરોધ કરવાનો અધિકાર છે.


મહિલા સામે કાર્યવાહી થઈ શકે છે
મીડિયા રિપોર્ટ અનુસાર, નાગપુર બેંચની રજિસ્ટ્રી ઑફિસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે હજી સુધી આવું કોઈ પેકેટ તેઓ સુધી પહોંચ્યું નથી. નાગપુર બાર એસોસિયેશનના વકીલ શ્રીરંગ ભંડારકરે કહ્યું હતું કે આ તિરસ્કારનો કેસ છે અને આ કૃત્ય માટે મહિલા વિરુદ્ધ કાર્યવાહી થવી જોઇએ.


ન્યાયમૂર્તિ પુષ્પા ગનેડીવાલા કોણ છે?
ન્યાયાધીશ પુષ્પા ગનેડીવાલા બોમ્બે હાઈકોર્ટમાં એડિશનલ જજ છે. તાજેતરમાં જસ્ટિસ પુષ્પા ગનેડીવાલાએ પોક્સો એક્ટ હેઠળ બે નિર્ણય આપ્યા હતા, જેનો ભારે વિવાદ થઈ રહ્યો છે. પુષ્પા ગનેડીવાલા મહારાષ્ટ્રના અમરાવતીનાં છે. તેઓ વર્ષ 2007માં જિલ્લા જજ બન્યા હતાં. ત્યાર બાદ, નાગપુર મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશ બન્યા. ત્યાર બાદ બોમ્બે હાઈકોર્ટનાં રજિસ્ટ્રાર જનરલ તરીકે નિયુક્ત થયાં. ફેબ્રુઆરી 2019 માં તેમને બોમ્બે હાઇકોર્ટમાં હંગામી ન્યાયાધીશ બનાવવામાં આવ્યાં હતાં. આ દરમિયાન સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 20 જાન્યુઆરીએ જસ્ટિસ પુષ્પાને હાઈકોર્ટના કાયમી ન્યાયાધીશ બનવાની ભલામણ કરી હતી, પરંતુ હવે બે વિવાદાસ્પદ ચુકાદા બાદ આ ભલામણ પાછી ખેંચી શકાય છે.

adv

Related News

post
post
post
post
post
post
post