• Home
  • News
  • અહો આશ્ચર્યમ:અમરેલીમાં એક જ આંબા પર પાકે છે અલગ અલગ 14 જાતની કેરી, તમામ કેરીનો રંગ, આકાર અને સ્વાદ પણ જુદો
post

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દિતલા ગામના પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઈ ભટ્ટીના આંગણામાં એક આંબો આવેલો છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-06 16:34:30

અમરેલી: ફળોનો રાજા એટલે કેરી. દરેક રાજ્યમાં અલગ અલગ કેરી પાકે છે. ગુજરાતમાં વધુ કેસર અને હાફૂસ પાકે છે. પરંતુ, અમરેલી જિલ્લાના એક પ્રગતિશીલ ખેડૂતે પોતાના ઘરમાં એક આંબા પર કલમની મદદથી અલગ અલગ 14 પ્રકારની કેરી તૈયાર કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ આંબા પર બારેમાસ કેરી આવે છે. એક જ આંબા પર થતી અલગ અલગ જાતની કેરીનો આકાર અને સ્વાદ પણ અલગ અલગ છે.

ધારીના દિતલા ગામના પ્રગતિશીલ ખેડૂતની કમાલ
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દિતલા ગામના પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઈ ભટ્ટીના આંગણામાં એક આંબો આવેલો છે. ઉકાભાઈએ પોતાના શોખના કારણે અલગ અલગ રાજ્યોમાં અલગ જાતની કેરીની કલમ લાવ્યા હતા અને એક જ આંબા પર કલમો ચડાવી હતી. ઉકાભાઈએ કરેલો આ પ્રયોગ સફળ પણ થયો અને હાલ એક જ આંબાના જાડ પર અલગ અલગ 14 જાતની કેરી આવવા લાગી છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ કેરી બારેમાસ આવે છે.

એક આંબા પર આટલી જાતની કેરી
દેશી આંબાના વૃક્ષ પર કલમો ચડાવીને આમ્રપાલી, નીલમ, દશેરી, બેગમ, નિલેશાન, નીલ, ફાગુન, સુંદરી, બનારસી, લંગડો, કેસર, દાડમીયો, ગુલાબીયો, કનોજીયો, દૂધપેડો અને ખોડી નામની કેરીઓની જાત વિકસાવી છે. થોડા વર્ષો પહેલા ઉકાભાઈ મહારાષ્ટ્ર ગયા હતા ત્યારે અમૂક જાતની કેરીઓ વિકસાવવાનો વિચાર આવ્યો હતો અને આ વિચારને સાર્થક કરવા માટે પોતાના આંગણામાં આવેલા દેશી આંબા પર પ્રયોગ કર્યો હતો જે સફળ પણ થયો છે.

ઉકાભાઈએ કરેલી આ કમાલની નોંધ આસપાસના ગામના અને અમરેલી જિલ્લાના લોકો તો લે જ છે. પણ દૂર દૂરથી પણ લોકો આ કઈ રીતે શક્ય બન્યું તે જાણવા માટે દિતલા ગામ આવે છે.

adv

Related News

post
post
post
post
post
post
post