• Home
  • News
  • તેજસ પર વાયુસેનાનો દાવો:એરફોર્સના ચીફ બોલ્યા- તેજસમાં બાલાકોટથી વધુ મોટી સ્ટ્રાઈક કરવાની તાકાત; આ ચાઇનીઝ એરક્રાફ્ટ JF-17થી ઉત્કૃષ્ટ
post

એરફોર્સ ચીફ ભદૌરિયાએ કહ્યું હતું, કે લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ આવવાથી 4 સ્કવોડ્રનનો વધારો થશે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-15 09:02:46

ઈન્ડિયન એરફોર્સના ચીફ એરમાર્શલ આરકેએસ ભદૌરિયાએ કહ્યું કે તેજસ ફાઈટર જેટ ચીન અને પાકિસ્તાનના જોઈન્ટ વેન્ચરમાં તૈયાર થયેલા JF-17થી હાઈટેક અને ઉત્કૃષ્ટ છે. ભદૌરિયાએ વધુમાં કહ્યું કે 'તેજસ બાલાકોટ સ્ટ્રાઈકથી પણ વધુ તાકાતથી હુમલો કરી શકે છે. આ કોઈપણ હથિયારની બરાબરી કરવામાં સક્ષમ છે.'

હવે 2ની જગ્યાએ 6 સ્કવોડ્રન હશે
ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતા એરફોર્સ ચીફે કહ્યું કે લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ આવવાથી 4 સ્કવોડ્રનનો વધારો થયો છે. હાલ 2 સ્કવોડ્રન છે અને 83 નવા તેજસના સામેલ થવાથી તે વધીને 6 થઈ જશે. તેઓએ એમ પણ કહ્યું કે અનિવાર્ય રીતે આ વિમાનોની તહેનાતી ફ્રંટલાઈન પર હશે.

આગામી 8-9 વર્ષમાં સંપૂર્ણ સિસ્ટમ બદલાય જશે
ભદૌરિયાએ કહ્યું કે 83 એરક્રાફ્ટ ઘણાં છે. જ્યારે આ પ્રકારના ઓર્ડર આપવામાં આવે છે તો આગામી 8-9 વર્ષમાં સંપૂર્ણ સિસ્ટમ બદલાય જાય છે. મિલ્ટ્રી એવિએશન માટે આ એક મોટું પગલું છે. ફાઈટર એરક્રાફ્ટ પ્રોડક્શનમાં પણ આ મોટો મૂવ છે. સ્વદેશી ડિફેન્સ પ્રોડક્શન ઈન્ડસ્ટ્રીને પણ તેનાથી મજબૂતી મળશે.

એક દિવસ પહેલાં જ કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી
કેન્દ્ર સરકારે બુધવારે જ ઈન્ડિયન એરફોર્સ માટે 83 તેજસ ફાઈટર જેટ ખરીદવાની મંજૂરી આપી છે. આ તમામ ફાઈટર જેટ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) તૈયાર કરશે. લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA)1A તેજસ ફાઈટર તૈયાર કરવા માટે HALને નાસિક અને બેંગલુરુમાં સેટઅપ તૈયાર કરી લીધું છે.

તેજસમાં 60% સ્વદેશી પાર્ટ્સ હશે
રક્ષા મંત્રી રાજનાથ સિંહે બુધવારે કહ્યું હતું કે LCA તેજસના MK1A વેરિએન્ટમાં 50%ની જગ્યાએ 60% સ્વદેશી ઉપકરણ અને ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે. LCA તેજસ ઈન્ડિયન એરફોર્સથી હાલની તાકાતમાં જોરદાર વધારો થશે

તેજસની ખાસિયત શું છે?

·         તેજસ હવાથી હવામાં અને હવાથી જમીન પર મિસાઈલ છોડી શકે છે.

·         જેમાં એન્ટીશિપ મિસાઈલ, બોમ્બ અને રોકેટ પણ લગાડી શકાય છે.

·         તેજસ 42% કાર્બન ફાઈબર, 43% એલ્યુમીનિયમ એલોય અને ટાઈટેનિયમથી તૈયાર કરાયું છે.

·         તેજસ ભારતમાં વિકસિત કરાયું છે જે વજનમાં હળવું અને મલ્ટીરોલ ફાઈટર જેટ છે.

·         આ ફાઈટર પ્લેનને હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)એ વિકસિત કર્યું છે.

·         તેજસને એરફોર્સની સાથે નેવીની જરૂરિયાત પૂરી કરવાની રીતે પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

·         તેજસથી હવાથી હવામાં મારક ક્ષમતા ધરાવનારી BVR મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે.

·         તેજસ વિમાનવાહક જહાજથી ટેકઓફ અને લેન્ડિંગનું પરીક્ષણ પણ એક જ ઉડાનમાં પાસ કરી ચુક્યું છે.

·         તેજસનું રાતના સમયમાં અરેસ્ટેડ લેન્ડિંગની ટ્રાયલ પણ સફળ નીવડ્યું છે. DRDO દ્વારા આ પરીક્ષણ કરાયું હતું.

·         ગુજરાતના નલિયા અને રાજસ્થાનના ફલૌદી એરબેઝ પર તેજસની સ્કવોડ્રન તહેનાત કરવામાં આવી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post