• Home
  • News
  • એર ઈન્ડિયાને 2018-19માં 8556 કરોડનું નુકસાન
post

એર ઈન્ડિયાને ગત વર્ષે(2018-19)માં 8,556.35 કરોડ રૂપિયાનું નુકસાન(પ્રોવિઝનલ) થયું. તે અત્યાર સુધીનું સૌથી મોટું નુકસાન છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-06 15:34:35

નવી દિલ્હીઃ એર ઈન્ડિયાને ગત વર્ષે(2018-19)માં 8,556.35 કરોડ રૂપિયાનું નુકસાન(પ્રોવિઝનલ) થયું. તે અત્યાર સુધીનું સૌથી મોટું નુકસાન છે. વિમાનોના ઓછા ઉપયોગ અને હવાઈ ઈંધણની ઉંચી કિંમતોના કારણથી એરલાઈનને નુકસાન થયું. પાકિસ્તાનની એરસ્પેસ બંધ રહેવા દરમિયાન રોજ લગભગ 3 કરોડથી 4 કરોડ રૂપિયાનું નુકસાન થવાને કારણે પણ લોસ વધ્યો. ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ ગુરુવારે લોકસભામાં એર ઈન્ડિયાના આંકડાની માહિતી આપી.

એરલાઈનને 2017-18માં 5,348.18નું નુકસાન થયું હતું. 2007માં ઈન્ડિયન એરલાઈન્સ સાથે મર્જર બાદ એર ઈન્ડિયા એક વાર ફરી નફામાં ન રહી. છેલ્લા દસ વર્ષમાં 69,575.64નું નુકસાન સહન કરી ચુકી છે. પુરીએ જણાવ્યું કે એર ઈન્ડિયાના નુકસાન અને લોનની સ્થિતિને જોતા 2012માં તત્કાલીન સરકારે 30,000 કરોડ રૂપિયાનું રિવાઈવલ પેકેજ મંજૂર કર્યું હતું. 2011-12થી અત્યાર સુધીમાં એરલાઈનને 30,520.21 કરોડ રૂપિયા મળી ચુક્યા છે.

એર ઈન્ડિયા પર કુલ 58,000 કરોડ રૂપિયાનું દેવું છે. સરકાર એરલાઈનને વેચવાની કોશિશમાં જોડાઈ છે. ગત વર્ષે 76 ટકા હિસ્સો વેચવાની કોશિશ નિષ્ફળ રહી હતી. આ વખતે સ્ટ્રેટેજી બનાવીને બિડિંગના નિયમ સરળ કરવામાં આવ્યા છે. ઉડ્ડયન મંત્રીએ ગત સપ્તાહે કહ્યું હતું કે એર ઈન્ડિયાનું ખાનગીકરણ ન થયું તો તેનું સંચાલન મુશ્કેલ થઈ જશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post