• Home
  • News
  • અજિત પવારે ટ્વિટર પરથી NCPનો ધ્વજ હટાવ્યો:ભાજપને સમર્થન આપવાની અટકળો પર અજિત પવારે કહ્યું- હું સંપૂર્ણપણે NCP સાથે છું અને રહીશ
post

ધ ન્યુ ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ NCPના કુલ 53માંથી 40 ધારાસભ્યો અજિત પવારની સાથે છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-18 18:14:09

મુંબઈ: NCP નેતા અજિત પવારે મંગળવારે ભાજપ સાથે હાથ મિલાવવાના અહેવાલોને નકારી કાઢ્યા હતા. આ મામલે અજિત પવારે કહ્યું હતું કે, 'હું NCPમાં છું અને NCPમાં જ રહીશ. હું પાર્ટીના દરેક નિર્ણયની સાથે રહીશે. આ પહેલાં પણ NCPના વડા શરદ પવારે પણ અજિતના ભાજપમાં જોડાવાના સમાચારને માત્ર અટકળો ગણાવી હતી.

NCP ચીફ શરદ પવારે ભત્રીજા અજિત પવારે મંગળવારે કહ્યું કે માત્ર મીડિયા જ આ વિશે વાત કરી રહ્યું છે. પાર્ટીને મજબૂત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેથી જ અજિત ચૂંટણીમાં વ્યસ્ત છે. આ દરમિયાન અજિતે ફેસબુક અને ટ્વિટર પરથી NCP બેનર હટાવી દીધું છે. તેઓ થોડીવારમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે.

બીજી તરફ ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉતે કહ્યું કે આ બધું ભાજપના લોકો કરી રહ્યા છે. અજિત વિરુદ્ધ સમાચારો ફેલાવવામાં આવી રહ્યા છે. અજિત એવું કંઈ નહીં કરે. અજિત મહાવિકાસ અઘાડીનો આધારસ્તંભ છે. મેં પોતે આજે શરદ પવાર સહિત NCPના ઘણા નેતાઓ સાથે વાત કરી છે. એનસીપીને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ પાર્ટી હજુ પણ એનસીપી સાથે છે. શિવસેનાની જેમ એનસીપીને પણ તોડવા માટે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

અજિતના સમર્થનમાં ત્રણ ધારાસભ્યો સામે આવ્યા હતા
આ દરમિયાન પાર્ટીના ત્રણ ધારાસભ્યો માણિક કોકાટે, સુનીલ શેલ્કે અને અન્ના બંસોડ ખુલ્લેઆમ અજિત પવારના સમર્થનમાં આવ્યા છે. ત્રણેય ધારાસભ્યોએ કહ્યું કે અજિત જે પણ નિર્ણય લેશે અમે તેમની પડખે રહીશું.

4 વાતો પરથી સમજો.... આ ચર્ચા શા માટે થઈ રહી છે

·         NCP નેતા સુપ્રિયા સુલેએ વંચિત બહુજન અઘાડીના પ્રકાશ આંબેડકરના નિવેદન પર કહ્યું, 'એક વિસ્ફોટ દિલ્હીમાં થશે અને એક રાજ્યમાં, 15 દિવસ પછી શું થશે. હું આ કહી શકતી નથી. એમ કહીને તેણે સવાલ ટાળી દીધો હતો. ખરેખરમાં તેમને આંબેડકરના 15 દિવસમાં રાજ્યમાં બે મોટા વિસ્ફોટ થવાનાં નિવેદન બાબતે સવાલ પૂછવામાં આવ્યો હતો.

·         કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે અજિત પવારે સોમવારે NCPના કેટલાક ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. આ અંગે શરદ પવારે મંગળવારે કહ્યું કે અજિતે આવી કોઈ બેઠક બોલાવી નથી.

·         કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અજિત બીજેપી અને શિંદે જૂથ સાથે જઈ શકે છે. તેમની સાથે પાર્ટીના 40 ધારાસભ્યો પણ છે.

·         10 દિવસ પહેલાં શરદ પવારે અદાણી-હિંડનબર્ગ કેસમાં વિપક્ષની JPC (સંયુક્ત સંસદીય સમિતિ)ની માંગને નકામી ગણાવી હતી. કોંગ્રેસે પવારના નિવેદનથી પોતાને દૂર રાખ્યા હતા. તેમનું સ્ટેન્ડ પણ ભાજપ સામે નરમ પડતું જોવામાં આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટમાં કેસ હારી જાય તો આ ભાજપનો બી પ્લાન છે
શિંદે જૂથમાં શિવસેનાના 40 ધારાસભ્યો છે. ઉદ્ધવ જૂથ અને શિંદે જૂથ વચ્ચેનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. જો શિંદે જૂથ કેસ હારી જશે તો આ 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવશે. તે સ્થિતિમાં, જો અજિત પવાર અને એનસીપીના 40 ધારાસભ્યો ભાજપ સાથે હાથ મિલાવે તો સરકાર બચાવી શકાય છે.

ધ ન્યુ ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ NCPના કુલ 53માંથી 40 ધારાસભ્યો અજિત પવારની સાથે છે. ભાજપને સમર્થન આપવા માટે અજિત સતત આ તમામ ધારાસભ્યોના સંપર્કમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અજિતે આ તમામ ધારાસભ્યો પાસેથી સંમતિપત્રો પણ લીધા છે. તેઓ ભાજપમાં જોડાશે નહીં. બહારથી સમર્થન આપશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post