• Home
  • News
  • અક્ષરધામ 1 ડિસેમ્બરથી સાંજે 4થી 7.30 સુધી ખૂલ્લું રહેશે, મુલાકાતીઓ વોટર શો પણ નિહાળી શકશે
post

કોરોનાથી લોકડાઉન બાદ બંધ થયેલા અક્ષરધામને આઠેક માસ જેટલા લાંબા વિરામ બાદ ખોલવામાં આવ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-30 12:26:43

દિવાળીના તહેવાર બાદ વધતા જતા કોરોનાના સંક્રમણને પગલે બંધ રહેલા નગરના પ્રવાસધામ તેવા અક્ષરધામને 1, ડિસેમ્બરથી દર્શનાર્થીઓ માટે ખૂલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે મંદિર સાંજ 4થી 7-30 કલાક સુધી જ ખૂલ્લુ રાખવામાં આવશે.

કોરોનાથી લોકડાઉન બાદ બંધ થયેલા અક્ષરધામને આઠેક માસ જેટલા લાંબા વિરામ બાદ ખોલવામાં આવ્યું હતું. અક્ષરધામ મંદિર ખૂલ્યા બાદ કોરોનાના સંક્રમણને પગલે મુલાકાતીઓ કોવિડની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરે તેનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત અક્ષરધામના આકર્ષણનું કેન્દ્ર સમાન પ્રદર્શનને બંધ રાખવામાં આવ્યું હતું. માત્ર દર્શન જ ચાલુ રાખવામાં આવ્યા હતા. દિવાળી દરમિયાન પરંપરાગત દીપમાળાની રોશનીથી પણ શણગારવામાં આવ્યું હતું.

દિવાળી પર્વ બાદ કોરોનાના સંક્રમણ વધતા અક્ષરધામના સંચાલકોએ સલામતીને ભાગરૂપે અક્ષરધામને તારીખ 30મી, નવેમ્બરના રોજ પુન:બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. જોકે અક્ષરધામને પુન: ખોલવાનો નિર્ણય બોચાસણવાસી અક્ષરપુરષોત્તમ સંસ્થા દ્વારા લેવામાં આવ્યો છે. આથી અક્ષરધામ 1 ડિસેમ્બરના રોજ સાંજે 4 કલાકે મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે. જ્યારે સાંજે 7-30 કલાકે અક્ષરધામને બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. જોકે અક્ષરધામમાં ચાલતા વોટર-શોને મુલાકાતીઓ નિહાળી શકે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

adv

Related News

post
post
post
post
post
post
post