• Home
  • News
  • નિશાળિયાને કટ ટુ સાઇઝ કરવા અક્ષયને ભાજપમાં એન્ટ્રીનો તખ્તો, પટેલને રાજીનામું અપાવી એક કાંકરે અનેક પક્ષી માર્યાં
post

પૂર્વ ધારાસભ્ય સામે ખેડૂતો અને સંગઠનમાં પણ ભારે નારાજગી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-06 10:53:10

વડોદરા: કરજણના કોંગી ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામુ આપતા હવે ભાજપ માટે છોટાઉદેપુર લોકસભા સીટ મજબૂત બની ગઈ છે.બીજી તરફ જિલ્લા ભાજપ માં જે પૂર્વ ધારાસભ્ય ને લઈને વિરોધ હતો તેને ડામવાની રણનીતિ પણ ભાજપ મોવડી મંડળ દ્વારા પાર પાડવામાં આવી છે. બીજી તરફ હવે ભાજપ કરજણમાં અક્ષય પટેલને ટીકીટ આપશે તો ભાજપના પૂર્વ ધારાસભ્ય સતીષ નિશાળિયાનું કાયમ માટે પત્તુ કપાય જાય તેવી શકયતા છે. સતીષ નિશાળિયાને ભાજપે કટ ટુ સાઇઝ કરવા અક્ષયને એન્ટ્રી આપવાનો તખ્તો ગોઠવ્યો છે.

ભાજપે લોકસભા સીટ મજબૂત કરી
ભાજપ સાથે છેલ્લા 6 મહિનાથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ બંધબારણે મિટિંગ કરી રહ્યા હતાં. કરજણમાં ખેડૂતોના અને લોકોના પ્રશ્નો સાથે ઉભા રહેતા અક્ષય પટેલની રજૂઆતને કોંગ્રેસના જ નેતાઓ સાંભળતા ન હોવાથી તેઓ પોતાના પક્ષથી લાંબા સમયથી નારાજ પણ હતા. આ નારાજગીની પ્રથમ ચિનગારી જિલ્લા પંચાયતમાં બળવો થયો ત્યારે લાગી હતી. જેમાં જિલ્લા પંચાયતના બળવાને લઈને અક્ષય પટેલે મોવડી મંડળને રજુઆત કરી હતી પરંતુ કોંગી નેતાઓએ તેમને ગણકાર્યા ન હતા. જેના પગલે જિલ્લા પંચાયતમાં પ્રમુખ બદલાયા હતા. ભાજપના પૂર્વ ધારાસભ્યની કપાસની જીનોમાં દરમિયાનગીરી વધુ હોવાથી અને સુગર ફેકટરીમાં ભ્રષ્ટાચારને લઇને  ખેડૂતોમાં પણ ભાજપ વિરૃદ્ધ ભારે આક્રોશ હતો. ભાજપ સંગઠન અને ખેડૂતોના આક્રોશને ડામવા ભાજપ મોવડી મંડળે અક્ષયને ભાજપમાં સામેલ કરવાનો તખ્તો ગોઠવી  છોટાઉદેપુરની લોકસભા સીટને મજબૂત કરવા પ્રયાસો હાથ ધર્યા છે.  

નવા માળખામાં પૂર્વ ધારાસભ્ય કપાશે?
જિલ્લા ભાજપ સંગઠનનું નવું માળખું ટુક સમયમાં બનશે.ત્યારે નવા માળખામાં જિલ્લા પ્રમુખ તરીકે પૂર્વ ધારાસભ્ય નું નામ બોલાતું હતું.ત્યારે હવે તેમને નવા માળખામાં થી પણ કાપવાની તૈયારીઓ ચાલી રહી હોવાની ચર્ચા ચાલી છે. જ્યારે હવે પૂર્વ ધારાસભ્ય નું કરજણમાં થી કાયમ માટે નામ કપાય તેવી સંભાવના રહેલી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post