• Home
  • News
  • નાગરિકતા સંશોધન બિલ મુદ્દે આસામમાં વિરોધ
post

ઓલ આસામ સ્ટુડેન્ટ યુનિયન(આસુ)એ સોમવારે લોકસભામાંથી નાગરિકતા સંશોધન બિલ પાસ થવાના વિરોધમાં આજે મંગળવારે 11 કલાકના બંધની જાહેરાત કરી

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-10 10:50:16

દિસપુરઃ ઓલ આસામ સ્ટુડેન્ટ યુનિયન(આસુ)એ સોમવારે લોકસભામાંથી નાગરિકતા સંશોધન બિલ પાસ થવાના વિરોધમાં આજે મંગળવારે 11 કલાકના બંધની જાહેરાત કરી છે. વિદ્યાર્થી સંગઠનના વિરોધ સમર્થનમાં બજાર બંધ રહ્યા, જ્યારે દિબ્રૂગઢ અને જોરહાટમાં પ્રદર્શન દરમિયાન પણ આગચાંપી થઈ હતી.

આ પહેલા લોકસભામાં સોમવારે રાતે 12.04 વાગ્યે મતદાન થયું હતું મતદાનમાં બિલના પક્ષમાં 311 અને વિપક્ષમાં 80 મત પડ્યા હતા. બિલ પર લગભગ 14 કલાક સુધી ચર્ચા ચાલી હતી.

વિપક્ષી પાર્ટીએ આ બિલને ધર્મના આધારે ભેદભાવ કરનારા ગણાવ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે જવાબમાં કહ્યું કે, આ બિલ યાતનાઓથી મુક્તિ મેળવવાનો મુખ્ય દસ્તાવેજ છે. ભારતીય મુસ્લિમોનું આના સાથે કોઈ લેવા દેવા નથી. આ બિલ માત્ર 3 દેશોમાંથી હેરાન થઈને ભારતમાં આવેલા લઘુમતીઓ માટે છે.