• Home
  • News
  • ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનનું ઈલેક્શન રિઝલ્ટ જાહેર:પ્રફુલ્લ પટેલની જગ્યાએ BJP નેતા કલ્યાણ ચૌબે બન્યા નવા અધ્યક્ષ, બાઈચુંગ ભૂટિયા હાર્યા
post

ચૌબેને વર્ષ 1997માં ઈન્ડિયન ફૂટબોલર ઑફ ધ યરનો એવોર્ડ પણ જીત્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-03 14:14:16

FIFAએ પ્રતિબંધ મૂક્યા પછી AIFFના નવા અધ્યક્ષ તરીકે કલ્યાણ ચૌબે આવ્યા છે. સુપ્રિમ કોર્ટના આદેશ પછી ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશને દિલ્હી હેડક્વાર્ટરમાં ચૂંટણી યોજી હતી. જેમાં ભાજપના નેતા કલ્યાણ ચૌબેને 34 વોટમાંથી 33 વોટ મળ્યા મળ્યા હતા. જ્યારે તેની સામે ઉભેલા પૂર્વ કેપ્ટન બાઈચુંગ ભૂટિયાને 1 જ વોટથી સંતોષ માનવો પડ્યો હતો.

તો AIFFના અધ્યક્ષની ચૂંટણી સાથે વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણી પણ યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના કર્ણાટકના MLA એન.એ. હૈરિસ ચૂંટાય આવ્યા છે. હૈરિસને 29 વોટ મળ્યા હતા. તો અરુણાચલ પ્રદેશના કિપા અજયે 32-1ની લીડ સાથે કોષાધ્યક્ષ તરીકે ચૂંટાય આવ્યા છે. AIFFના બચેલા 14 પોસ્ટના સદસ્યોની ચૂંટણી નિર્વિરોધ રહ્યો હતો.

કોણ છે કલ્યાણ ચૌબે?

કલ્યાણ ચૌબેએ પ્રફુલ્લ પટેલની જગ્યા લીધી છે. તેઓ ભારતીય ટીમના ભૂતપૂર્વ ગોલકિપર હતા. અને 1997-98માં કોલકતા જાયંટ્સ મોહન બગાન માટે રમી ચૂક્યા છે. તેઓએ ઈસ્ટ બેંગાલ તરફથી પણ ગોલકિપિંગ કરી છે.

ચૌબેને વર્ષ 1997માં ઈન્ડિયન ફૂટબોલર ઑફ ધ યરનો એવોર્ડ પણ જીત્યો છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં BJPએ તેમને બંગાળની કૃષ્ણાનગર સીટ પર ટિકિટ આપી હતી. જોકે તેઓને હાર મળી હતી.

શું હતો પૂરો વિવાદ?

ભારત આ વર્ષે U-17 વિમેન્સ ફુટબોલ વર્લ્ડ કપની યજમાની કરવાનું હતુ, AIFF તેની તૈયારીમાં પણ લાગી ગયુ હતુ. તિયારે 16 ઑગસ્ટે FIFAAIFF ઉપર પ્રતિબંધ મુકી દીધો હતો. ભારતીય ફુટબોલનું ભવિષ્ય અંધારામાં હતુ. FIFAએ ત્રીજી પાર્ટીની દખલના કારણે ભારત પર પ્રતિબંધ લાગ્યો હતો.

સુપ્રીમ કોર્ટે આ મામલે એક કમિટી બનાવી હતી. આ કમિટીનું કામ આ કેસને પૂરો કરીને AIFFની ચૂંટણી કરવાનો હતો. કમિટી કાર્યના કારણે FIFA25 ઑગસ્ટે AIFF પરથી પ્રતિબંધ હટાવ્યો હતો. ત્યારે આ પ્રક્રિયામાં આજે ચૂંટણી સફળ રીતે પૂરી થઈ છે.