• Home
  • News
  • ચાર જૂનથી રાજ્યમાં તમામ RTO કચેરીઓ શરૂ, ઓનલાઇન એપોઇટમેન્ટ જ મળશે; ફિટનેસ માટે તારીખની યાદી જાહેર કરવામાં આવી
post

સોશિયલ ડિસ્ટન્સનું ફરજીયાત પાલન કરવાનું રહેશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-02 09:42:59

અમદાવાદ: અનલોક-1માં રાજ્યમાં વધુ છૂટછાટ આપવામાં આવી છે. આ સાથે રાજ્યભરની RTO કચેરીઓને 4 જૂનથી શરૂ કરાવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સનું ફરજીયાત પાલન કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

ઓનલાઈન અપોઈન્ટમેન્ટ ફરજીયાત

વાહન અને લાયસન્સ સંબંધિત કામગીરી માટે ઓનલાઈન અપોઈન્ટમેન્ટ ફરજીયાત કરવામાં આવી છે. આ ઓનલાઈન એપોઈન્ટમેન્ટમાં અરજદારે કચેરી ખાતે ફરજીયાત હાજર રહેવું પડશે. જો અરજદાર જો ગેરહાજર રહેશે તો અરજદારે ફરીવાર અપોઅન્ટમેન્ટ લેવાની રહેશે.

લર્નિંગ લાયસન્સ માટે ITIમાં અપોઈન્ટમેન્ટ નહીં મળે

લર્નિંગ લાયસન્સ ઈસ્યુ કરવાની કામગીરી ITI થયા છે. જે શહેરો કે મગરપાલિકા વિસ્તારના કન્ટેઈનમેન્ટ વિસ્તાર અને કોવિડના ક્વોરન્ટીન સેન્ટર જાહેર કર્યા હોય તેવી ITI ખાતે અપોઈન્ટમેન્ટ મળશે નહીં અને લર્નિંગ લાયસન્સની કામગીરી પણ થશે નહીં.

RTO કચેરીઓ શરૂ કરવા પૂર્વેની સૂચનાઓ

·         અરજદારોને અપોઈન્ટમેન્ટને લક્ષ્યમાં રાખી દર 1 મીટરે સર્કલ કરવાના રહેશે

·         સર્કલમાં અરજદારને લાઈનમાં ઉભા રાખવા GISFSના જવાનોનો ઉપયોગ કરવાનો રહેશે

·         સર્કલ માટે અગાઉથી જરૂરિયાત મુજબનો ચોક-ચુનો ખરીદવાનો રહેશે, અરજદારો RTO કચેરીએ આવ ત્યારે સર્કલ તૈયાર હોય

·         મુખ્ય પ્રવેશદ્વાર પર અરજદારે પ્રવેશ લીધો હોય ત્યારે અરજદારોની કામગીરીનું માર્ગદર્શન, શાખા, માળ અને ટેબલ મળી રહેત તે સુનિચિત કરવાનું રહેશે

·         કચેરીના પ્રવેશ વખતે અરજદારનું થર્મલ સ્ક્રિનીંગ કરવાનું રહેશે, અરજદારના શરીરનું ઉષ્ણતામાન જણાય તો કચેરીમાં પ્રવેશ અપાશે નહીં

·         કોઈ કર્મચારી કે અધિકારી સમક્ષ અરજદાર ઉપસ્થિત થાય ત્યારે એક મીટરની મર્યાદામાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે

·         કોઈપણ કર્મચારી જ્યારે અરજદાર સંબંધિત કામગીરી કરતા હોય ત્યારે સેનિટાઈઝ, હેન્ડ ગ્લોવ્ઝ અને માસ્ક સાથે કામગીરી કરે તે ફરજીયાત છે.

જે અરજીઓ માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટની વ્યવસ્થા નથી તેની યાદી

·         વાહનમાં હેતુફેર, અન્ય રાજયના વાહનોની માલિકીમાં ફેરફાર અને નોંધણી

·         રજીસ્ટ્રેશન રદ કરવું, ફાઇનાનસરને નવી આર.સી. ઇસ્યૂ કરવી

·         વાહનનું નોન યુઝ કરવું, નવી પરમીટ, ડુપ્લીકેટ અને રીન્યુઅલ, આર.સી. પરત મેળવવી

·         પાકા લાયસન્સમાં નવો વર્ગ ઉમેરવો (શિખાઉ લાયસન્સ પુરતું)

·         ડ્રાઈવિંગ લાયસન્સનું રીટેસ્ટ સાથે રીન્યુઅલ (શિખાઉ લાયસન્સ પુરતું) માટે અરજદારે આધાર-પુરાવા સાથે આરટીઓ કચેરી ખાતે આવવાનું રહેશે

નોંધઃ મર્યાદિત અરજદારોની સંખ્યામાં જ નિમણૂંક આપવામાં આવશે. 

મહાનગરોમાં શનિ-રવિ પણ આરટીઓ ચાલુ રહેશે
અત્રે ઉલ્લેખનીય છે કે, નાગરિકોએ HSRP ફીટમેન્ટની કામગીરી માટે બપોરના 3 વાગ્યા પછી ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લીધા બાદ જ આરટીઓમાં આવવાનું રહેશે. ડ્રાઇવિંગ લાયસન્સની કામગીરી માટે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, બનાસકાંઠા, મહેસાણા, ભૂજની આરટીઓ કચેરી શનિવાર તથા રવિવારના દિવસે જાહેર રજાના પણ સવારના 9 વાગ્યાથી સાંજે 6:30 સુધી ચાલુ રહેશે. 

લર્નિંગ લાયસન્સવાળા અરજદારો ટેસ્ટ આપી શકશે
શિખાઉ લાયસન્સના કિસ્સામાં જે અરજદારનું લાયસન્સની સમયમર્યાદા લોકડાઉન દરમ્યાન રદ થઇ ગયેલ છે તેવા અરજદારોએ ઓનલાઇન એપોઇન્ટમેન્ટ parivahan.gov.in પરથી મેળવવાની રહેશે. એપોઇન્ટમેન્ટ માટે પ્રોસેસ Website cot.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. ગત 21મી માર્ચથી આગામી જૂલાઈ મહિનાની 31મી તારીખ સુધી જે અરજદારોના લાયસન્સની સમયમર્યાદા પૂર્ણ થયેલી હોય અથવા પૂર્ણ થવાની હોય તેવા અરજદારોએ આગામી 31મી જૂલાઈ સુધી ડ્રાઇવિંગ લાયસન્સનો ટેસ્ટ આપી શકશે. જેના માટે કોઇ વધારાની ફી અરજદારે ભરવાની રહેશે નહીં. ટ્રાન્સપોર્ટ વાહનોના ફીટનેશ માટે સમયમર્યાદા આગામી 31મી જૂલાઈ સુધી માન્ય છે. આમ છતાં વાહનોના ફીટનેશ માટેની કામગીરી તમામ જિલ્લાઓમાં 8મી જૂનથી કેમ્પનું આયોજન કરીને શરૂ કરવામાં આવશે. જિલ્લાવાર ફીટનેશ કેમ્પનું કેલેન્ડર નીચે મુજબ રહેશે. 

·         છેલ્લાં આંકડાનો નંબર 1 અને 2 હોય તો તે વાહનને  ફીટનેશ કેમ્પમાં આવવાની તારીખ 8, 15, 22 જૂન  રહેશે

·         છેલ્લાં આંકડાનો નંબર 3 અને 4 હોય તો તે વાહનને ફીટનેશ કેમ્પમાં આવવાની તારીખ 9, 16, 23 જૂન રહેશે

·         છેલ્લાં આંકડાનો નંબર 5 અને 6 હોય તો તે વાહનને ફીટનેશ કેમ્પમાં આવવાની તારીખ 10, 17, 24 જૂન રહેશે

·         છેલ્લાં આંકડાનો નંબર 7 અને 8 હોય તો તે વાહનને ફીટનેશ કેમ્પમાં આવવાની તારીખ 11, 18, 25 જૂન રહેશે

·         છેલ્લાં આંકડાનો નંબર 9 અને 0 હોય તો તે વાહનને ફીટનેશ કેમ્પમાં આવવાની તારીખ 12, 19, 26 જૂન રહેશે

દા.ત. 
(1)
જો વાહનનો નંબર GJ-12-AT-5062 હોય તો તે વાહન ફીટનેશ  કેમ્પમાં તારીખ 8, 15, 22 જૂનના રોજ આવી શકશે. 
(2)
જો વાહનનો નંબર GJ-04-AV-1207 હોય તો તે વાહન ફીટનેશ  કેમ્પમાં તારીખ 11, 18, 25 જૂનના રોજ આવી શકશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post