• Home
  • News
  • ગુજરાત હાઈકોર્ટે આપેલા માસ્કના ચુકાદા અંગે એ બધું જ જે તમે જાણવા માગો છો​​​​​​​, સાડીનો છેડો મોઢે રાખ્યો હોય તેને માસ્ક તરીકે નહીં ગણી શકાય
post

અમદાવાદમાં 2 દિવસમાં થ્રીલેયર અને N95 માસ્કનું વેચાણ 40 ટકા વધ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-03 09:37:44

શહેરમાં છેલ્લા બે દિવસમાં થ્રી-લેયર અને એન-95 માસ્કના વેચાણમાં 40 ટકાનો વધારો થયો છે. અમદાવાદ કેમિસ્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડો.જશુભાઈ પટેલ જણાવે છે કે, હાલમાં કોરોનાની કોઈ વેક્સિન ન હોવાથી માસ્ક પહેરવું એ જ કોરોનાની વેક્સિન સમાન છે. દિવાળીમાં માસ્ક ન પહેરવાને લીધે કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે, જેને કારણે હાઈકોર્ટે કડક પગલાં લેવાનાં આપેલાં સૂચનોથી બે દિવસમાં શહેરના મેડિકલ સ્ટોર્સમાં માસ્કનું વેચાણ વધ્યું છે. બે દિવસમાં અંદાજે 30થી 40 ટકા થ્રી-લેયર, એન-95 માસ્કનું વેચાણ વધ્યું છે.

માસ્કના ચુકાદા અંગે એ બધું જ જે તમે જાણવા માગો છો

સવાલ: કોવિડ સેન્ટરમાં મને ડ્યૂટી અપાશે તો મને ચેપ નહીં લાગે?
જવાબ: કોમ્યુનિટી સર્વિસનો હેતુ લોકોને જાગૃત કરવાનો છે, તેમને જોખમમાં મૂકવાનો નથી. આવી સર્વિસ નોન મેડિકલ હશે, એટલે દર્દીઓના સીધા સંપર્કમાં આવવાનો કોઈ સવાલ નથી.

સવાલ: હું સ્ત્રી છું તો મારે પણ કોવિડ સેન્ટરમાં કામ કરવું પડશે?
જવાબ: હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ ભેદભાવ વગર માસ્ક નહિ પહેરનારાઓએ કોવિડ સેન્ટરોમાં સેવા કરવી પડશે. અલબત્ત, વયના આધારે તે ઓછી-વધતી હશે, જે સરકાર નક્કી કરશે.

સવાલ: મારી ઉંમર વધારે છે અને જુદી-જુદી બીમારી પણ છે, તો મને કોવિડ સેન્ટરમાંથી કામ કરવાની મુક્તિ નહીં મળે?
જવાબ: વધુ વયના માણસો માટે માસ્ક પહેરવું અત્યંત જરૂરી છે. કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર તમામને સેવા આપવી પડશે. જોકે આ અંગેની વધુ સ્પષ્ટતા સરકારના નોટિફિકેશન બાદ થશે.

સવાલ: હું બહારગામનો છું, આ શહેરમાં માસ્ક વિના પકડાયો તો મારે કયા કોવિડ સેન્ટરમાં સેવા આપવી પડશે?
જવાબ: સરકારે આ અંગે વિગતવાર નોટિફિકેશન બહાર પાડવાનું હજી બાકી છે, પરંતુ જે શહેરમાં પકડાવ ત્યાં જ દંડ ભરવો પડે એ જ રીતે એ જ શહેરના કોવિડ સેન્ટરમાં સેવા આપવી પડે.

સવાલ: મારી તો નોકરી ચાલુ છે તો હું કોવિડ સેન્ટરમાં કેવી રીતે કામ કરું?
જવાબ: સરકારને યોગ્ય લાગશે તે સમયગાળામાં પાંચથી 15 દિવસ માટે રોજના ચારથી છ કલાક સેવા આપવી પડશે. આ ફરજિયાત છે, તેમાં નોકરીનાં બહાનાં ચાલી શકશે નહિ.

સવાલ: હું માસ્ક વગર પકડાયો તો તરત જ કોવિડ કેર સેન્ટરમાં કોમ્યુનિટી સર્વિસ માટે જવું પડશે?
જવાબ: આ માટેના વિગતવાર નિયમો સરકાર પોતાના નોટિફિકેશનમાં સ્પષ્ટ કરશે.


અસામાન્ય સંજોગોમાં અપવાદ રાખવો જોઈએ
ભૂતપૂર્વ ન્યાયાધીશ ડો. જયોત્સના યાજ્ઞિકે જણાવ્યા અનુસાર કોઈ પણ સુસંસ્કૃત સમાજનો પાયો કાયદાનું શાસન હોય છે. સોશિયલ કોમ્યુનિટી સર્વિસની વાત કરીએ તો તે દંડ નથી, પણ એક પ્રકારની મરામત છે, જેણે ભૂલ કરી તેના કારણે નિર્દોષ વ્યક્તિ ભોગ બને છે. ભોગ બનનારી વ્યક્તિની સ્થિતિની મરામત કરવાનો દૃષ્ટીકોણ છે. દંડનો ઉદ્દેશ ભય છે, પણ આ દંડથી પણ વધુ છે, કારણ કે તેનાથી ચોક્કસ પ્રકારનો ભય પેદા થાય છે. સમાજ પરત્વે વધુ ને વધુ જવાબદાર બને તે મુખ્ય હેતુ છે. ભૂલ કરનારી વ્યક્તિને સુધારવાનો ઉદ્દેશ છે, પણ કોવિડ કોમ્યુનિટી સેન્ટરમાં નોન મેડિકલ સર્વિસ આપવાના નિર્ણયથી મને ચિંતા થાય છે. આવી ભૂલ કરનારી વ્યક્તિને જે ચિંતા થશે તેની મને ચિંતા થાય છે. અસામાન્ય સંજોગોમાં કેટલાક લોકો માસ્ક પહેરવાનું ભૂલી ગયા હોય તો તેમના માટે થોડો અપવાદ રાખવો જરૂરી છે. જેમ કે મેડિકલ ઇમરજન્સીમાં જતી વખતે કોઈ વ્યક્તિ માસ્ક ભૂલી જાય તો તેમને અપવાદરૂપ ગણીને માફ કરવા જોઈએ. તો ચોક્કસ સર્વોત્તમ પરિણામ મળશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post