• Home
  • News
  • જાણ કર્યા વિના બાયોમેટ્રિક ડેટાનો ઉપયોગ મામલે એમેઝોન, ગૂગલ, માઇક્રોસોફ્ટ સામે અમેરિકામાં કેસ કરાયો
post

કેસ કરનાર બંનેએ 5-5 હજાર ડોલર વળતર માગ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-20 09:14:45

ન્યૂયોર્ક: અમેરિકાના ઇલિનોયના બે નાગરિકે ટેક કંપનીઓ એમેઝોન, ગૂગલ અને માઇક્રોસોફ્ટ સામે કેસ કર્યો છે. આ કંપનીઓ સામે ફેસિયલ રિકગ્નિશન સિસ્ટમની ટ્રેનિંગ માટે તે બંનેને પૂછ્યા વિના તેમના ચહેરાનો ઉપયોગ કરવાનો આરોપ છે. અરજીમાં દાવો કરાયો છે કે ટેક કંપનીઓ દ્વારા આમ કરવું બાયોમેટ્રિક ઇન્ફર્મેશન પ્રાઇવસી એક્ટનું ઉલ્લંઘન છે. કેસ કરનાર બંનેએ 5-5 હજાર ડોલર વળતર માગ્યું છે. 

અરજદારો સ્ટીવન્સ વેન્સ અને ટિમ જેનસાઇકે આરોપ મૂક્યો છે કે આઇબીએમના ડાયવર્સિટી ઇન ફેસીસ ડેટાબેઝમાં તેમના ચહેરાનો ઉપયોગ કરાયો હતો. બાદમાં અમેઝોન, ગૂગલ અને માઇક્રોસોફ્ટે તેમની એપ માટે ઉપયોગ કર્યો. બંને અરજદારે આ મામલે અમેઝન, ગૂગલ અને માઇક્રોસોફ્ટ ત્રણેયને નોટિસ ફટકારી છે. તેમાંથી અત્યાર સુધીમાં માઇક્રોસોફ્ટે જવાબ આપ્યો છે. તેણે કહ્યું કે તે પ્રાઇવસીના ભંગના કેસને ગંભીરતાથી લઇ રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post