• Home
  • News
  • 5મીએ ખુલનારા અંબાજીનાં દ્વાર ગુજરાત ભાજપના અધ્યક્ષ પાટીલ માટે 3જીએ ખૂલશે
post

કોરોનાને કારણે 5 સપ્ટેમ્બર સુધી મંદિર બંધ રાખવાનો આદેશ હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-28 10:58:02

સત્તા આગળ શાણપણ નકામું, પણ ઇશ્વર તો મહાસત્તા છે. તે છતાં ઇશ્વરને ય પોતાના દ્વાર ખોલાવવા મજબૂર કરે તે મહાન ભક્ત. આવા જ મહાન ભક્ત ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ છે. અગાઉ કોરોનાને કારણે અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં લોકો એકત્રિત ન થાય તે માટે મંદિર પાંચમી સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો જિલ્લા કલેક્ટરે નિર્ણય લીધો હતો. પણ હવે ત્રીજી તારીખે પાટીલની ઉત્તર ગુજરાત યાત્રા અંબાજીથી શરૂ થવાની હોવાથી આવા અનન્ય માઇ ભક્ત માટે કલેક્ટરે મંદિરના દરવાજા વહેલા ખુલ્લા મૂકવાનો નિર્ણય લીધો છે.

આ માટે કલેક્ટરે લોકોને ખોટું ન લાગે તેવા શબ્દોમાં હુકમ બહાર પાડ્યો છે કે ભક્તોની ખૂબ લાગણી હતી તે માટે પાંચમીને બદલે તેમને દર્શન કરવાનો લ્હાવો મળે તે માટે ત્રીજી તારીખે જ મંદિરના દ્વાર ખોલી નખાશે.

ગુજરાત ભાજપે સી. આર. પાટીલના ત્રીજીથી પાંચમી સપ્ટેમ્બરના ત્રણ દિવસના પ્રવાસમાં તેઓ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર એમ છ જિલ્લાઓનો પ્રવાસ કરશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post