• Home
  • News
  • કોરોનાના હોટસ્પોટ બનેલા અમદાવાદના પોઝિટિવ કેસોના નામ જાહેર, આ રહ્યું એડ્રેસ સાથે આખું લિસ્ટ
post

જો કોઇ પણ વ્યક્તિ પોઝિટિવ કેસના દર્દી સાથે ભેદભાવભર્યુ વર્તન કરશે તો તેના સજા કરવામાં આવશેઃ નેહરા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-02 09:27:37

અમદાવાદ. રાજ્યમાંથી સૌથી વધારે કોરોના વાઇરસના કેસ અમદાવાદમાં હોવાથી મ્યુનિસિપલ કમિશનરે તમામ પોઝિટિવ દર્દીઓના નામ જાહેર કર્યાં છે. અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનની હદમાં આવતા તમામ કોરોના વાઇરસના દર્દીઓના નામ જાહેર કર્યાં છે. પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ સહકાર આપતા નથી જેને કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી હવે નામ જાહેર કરવામાં આવે તો પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યો હોય તો જાતે જ હોમ ક્વોરન્ટીન થઈ શકે અને સરકારને જણાવી શકે. આ લિસ્ટ જાહેર કરવા પાછળનો હેતુ એ છે કે, જો તમે આમાંથી કોઇ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય, તેની આસપાસ રહેતા હોય અથવા તમને કોઇ તકલીફ હોય તો તાત્કાલિક 104 અને 15503 નંબર પર જાણ કરવી. આ ઉપરાંત તમે 6357094245 વોટ્સઅપ નંબર પર જાણ કરી શકો છો. આ ઉપરાંત તેમણે જણાવ્યું છે કે, નામની જાહેરાત કર્યા બાદ જો કોઇ પણ વ્યક્તિ પોઝિટિવ કેસના દર્દી સાથે ગેરવર્તણૂક કરશે અથવા ભેદભાવભર્યું વર્તન કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post