• Home
  • News
  • અમદાવાદમાં 70 જગ્યાએ રોડ બેસી જવાની પૂરી સંભાવના, AMC જાણે છે છતાં આંખ આડા કાન, જાહેર ચેતવણીનાં બોર્ડ મૂકવાનું ભૂલી ગયું
post

ખોદાણ કરેલા રોડને શોધી બોર્ડ લગાવવાનો નિર્ણય

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-26 19:27:37

અમદાવાદ: ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદમાં ચોમાસા દરમિયાન રોડ બેસી જવાની ઘટનાઓ બનતી હોય છે, જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા ચાલુ વર્ષ દરમિયાન વોટર અને ડ્રેનેજનાં કામ માટે ખોદાણ કરવામાં આવ્યું હોય એવાં 70 જેટલાં સ્થળો પર રોડ બેસી જવાની શક્યતાને ધ્યાનમાં રાખી રોડ પર જાહેર ચેતવણીનાં બોર્ડ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જોકે હવે ચોમાસું શરૂ થઈ ગયું છે, પરંતુ હજી સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા જાહેર ચેતવણીનાં બોર્ડ લગાવવામાં આવ્યાં નથી. એથી વાહનચાલકો જો વરસાદ પડે તો હવે તમે તમારા જોખમે રોડ ઉપર નીકળજો અને સાવધાન રહેજો.

વાહન પસાર થાય ત્યારે રોડ બેસી જવાની પૂરી સંભાવના
મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા વોટર અને ડ્રેનેજની કામગીરી શહેરના વિવિધ વિસ્તારોમાં થતી હોય છે. રોડ ખોદ્યા બાદ એને પુરાણ કરી એના ઉપર ફરીથી રોડ બનાવી દેવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ચોમાસામાં ભારે વરસાદને કારણે પોલાણ થતાં રોડ બેસી જવાની ઘટનાઓ બનતી હોય છે. 70 જેટલા રોડ પર વોટર અને ડ્રેનેજલાઈનની કામગીરીનું ખોદાણ કર્યું હોવાથી ત્યાં બોર્ડ લગાવવામાં આવવાનાં હતાં, પરંતુ જ્યારે તપાસ કરી તો મોટા ભાગના રોડ પર ક્યાંય પણ બોર્ડ લગાવાયાં નથી. હજી સુધી જાહેર ચેતવણીના કોઈપણ બોર્ડ લગાવવામાં આવ્યાં નથી. એક તરફ આગામી પાંચ દિવસ સુધી શહેરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જો વરસાદનું પાણી ભરાશે તો આવા રોડ પરથી વાહન પસાર થાય ત્યારે રોડ બેસી જવાની પૂરી સંભાવના રહેલી છે.

ખોદાણ કરેલા રોડને શોધી બોર્ડ લગાવવાનો નિર્ણય
મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા પ્રીમોન્સૂન કામગીરી અંતર્ગત આવા ખોદાણ કરેલા રોડને શોધીને ત્યાં બોર્ડ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પ્રીમોન્સૂન કામગીરીના ભાગરૂપે આ બોર્ડ 15 જૂન પહેલાં લગાવવાં જોઈએ, પરંતુ આજે 26 જૂન થઈ ગઈ હોવા છતાં પણ આવા 70 જેટલા રોડ છે, જ્યાં ક્યાંય પણ બોર્ડ લગાવવામાં આવ્યું નથી, જેથી આ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની સ્પષ્ટ બેદરકારી અને ઢીલી કામગીરી જણાય છે. દરેક ઝોનમાં આવા 10થી 12 રોડ છે, પરંતુ અધિકારીઓ આ બાબતે ધ્યાન આપતા નથી.

ક્યાંય પણ બોર્ડ લગાવાયાં નથી
મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના અધિકારીઓ અને ભાજપના સત્તાધીશો એક તરફ કહે છે કે હવે વરસાદની પેટર્ન બદલાઈ છે અને ક્યાંક ગમે તેટલો અને ગમે ત્યારે વરસાદ પડી જાય છે તો સાવચેતીના ભાગરૂપે નાગરિકોને હાલાકી ન પડે એના માટે ચોમાસા સંદર્ભે ઝડપી કામગીરી કરવી જોઈએ, તેની જગ્યાએ આજે ક્યાંય પણ આવાં બોર્ડ લગાવવામાં આવ્યાં નથી. વાહનચાલકોને હાલાકી પડે એની રાહ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર જોઈ રહ્યું છે.

ક્યાં ક્યાં રોડ બેસી જવાની સંભાવના છે?

1.    પાલડી નાગરિક સોસાયટી પાસેનો રોડ

2.    રાણીપમાં ચેનપુર ડ્રેનેજ પમ્પિંગથી ચેનપુર બસ સ્ટેન્ડ સુધી

3.    ચેનપુર પીપલેશ્વર સોસાયટી રોડ

4.    નવાવાડજ ભરવાડવાસથી વાડી સ્કૂલ સુધી તેમજ ગોપાલચોક થઈ ગાય સર્કલ સુધી

5.    નારણપુરા વરદાન ટાવરથી સ્વણિક આર્કેડ સુધી

6.    નારણપુરા મંગલમૂર્તિથી અર્જુન સ્કૂલ સુધી

7.    નારણપુરા શાંતિ એપાર્ટમેન્ટથી સિંદર સ્પેસ સુધી

8.    નારણપુરા સ્વર્ણિમ આર્કેડથી અર્જુન પેરેડાઇઝ

9.    મણિનગર મિહિર ટાવરથી કૃષ્ણબાગ ચાર રસ્તા

10.                       હીરાભાઈ ટાવરથી વસંતનગર ચોક

11.                       મણિનગર બબા પટેલની ચાલીથી રામકૃષ્ણ

12.                       ઈશ્વરનગરથી સૂર્યનગર ત્રણ રસ્તા

13.                       હીરાભાઈ ટાવરથી રણજિત સોસાયટી

14.                       ખોખરા ઘોડાસર કેનાલનો સર્વિસ રોડ

15.                       ઘોડાસર કેડિલા બ્રિજ રોડ

16.                       ઘોડાસર ગામના જુદા જુદા રોડ.

17.                       જોગેશ્વરી સોસાયટી મેઇન રોડ

18.                       એસપી રિંગ રોડ ભાટ સર્કલ પાસે

19.                       મોટેરા સુષ્ટિ આર્કેડ પાસે

20.                       મણિનગર આવકાર હોલ ચાર રસ્તાથી હીરાભાઈ ટાવર ચાર રસ્તા

21.                       સીટીએમ બ્રિજથી ભગવતી નગર થઈ પમ્પિંગ સ્ટેશન

22.                       વટવા રેલવે જળ વિતરણ મથકથી બચુભાઈ કૂવા જળ વિતરણ મથક

23.                       ભાઈપુરા વોર્ડ સેવન ડે સ્કૂલથી ધીરજ હાઉસિંગ જળ વિતરણ મથક

24.                       સરખેજ રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ટી.પી.-85 જળ વિતરણ મથક સુધી

25.                       થલતેજ એસ.પી. રિંગ રોડથી ટી.પી.-534/એ જળ વિતરણ મથક સુધી.

26.                       ટર્ફ સ્પોર્ટ્સથી ટી.પી.-50 જળ વિતરણ મથક સુધી.

27.                       સાયન્સ સિટી રોડ હેતાર્થ પાર્ટી પ્લોટ

28.                       સાયન્સ સિટી બીઆરટીએસ બસ સ્ટેન્ડ સુધી

29.                       એરપોર્ટ રોડ કેન્દ્રીય વિદ્યાલય સ્કૂલ પાસે

30.                       નરોડા ટી.પી 75 અને 121 સત્ત્વ 4થી દહેગામ રોડ

31.                       સત્ત્વ 4થી હેરિટેજ ફ્લેટ

32.                       રાધવ બંગલોઝ રોડ, ગ્રીન ફ્લેટથી દહેગામ રોડ

33.                       લાંભા મોતીપુરા એસ.પી.એસ.થી ફ્રોઝી હોટલ નેશનલ હાઇવે સુધી

34.                       જોધપુર સેન્ટોસા પાર્કથી સંદેશ તળાવ સુધી

35.                       સૈજપુર વોર્ડ ન્યૂ બંગલા એરિયા

36.                       ઠક્કરનગર ઉત્તમનગરથી ટોરેન્ટ પાવર કેનાલ સુધી

37.                       નાના ચિલોડા વિસ્તાર

38.                       હાથીજણ બચુભાઈના કૂવા અને જાનિયા પીરના ટેકરા વિસ્તારમાં આવેલ ડ્રાફટ સ્કીમ -127

39.                       પૃથ્વી સિટીની સામે ચીકાનગરથી હાથીજણ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન તરફ

40.                       કાંકરિયા વ્યાયામશાળાથી સિદ્ધનાથ સોસાયટીવાળો રોડ

41.                       ગોતા ગોધાવી કેનાલથી હરિવિલા ફ્લેટ,ચાણક્યપુરી વિસ્તાર

42.                       ચાંદલોડિયા સેવી સ્વરાજથી ગોદરેજ ગાર્ડન સિટી રોડ

43.                       ચાંદલોડિયા તળાવથી ગાયત્રી ગરનાળા, શિલ્પન સોસાયટીથી રણછોડરાયનગર

44.                       ચાંદલોડિયા રામાપીરના મંદિરથી શાંતિનગર થઈ સંત રોહિતદાસ આદર્શ સોસાયટીથી અર્બુદાનગર-1 સુધી

45.                       ચાંદલોડિયા તળાવથી ગાયત્રી ગરનાળા,

46.                       બોડકદેવ જય વિસત હોટેલથી પુનિષ્કા શોરૂમ

47.                       આરોન સ્પેક્ટ્રા રાજપથ ગેટ

48.                       લાલબુક બંગલાથી માઇન્સ ફ્લેટ

49.                       એસકે ફાર્મ રોડ

50.                       બોડકદેવ ઓંકોરા ચાર રસ્તાથી ઊર્મિકુંજ બંગલોઝ સુધી

51.                       ઊર્મિકુંજથી શાંતનુ બંગલોઝ સુધી ઊર્મિકુંજ બંગલોઝથી નાયરા પેટ્રોલ પમ્પ સુધી

52.                       એસ. કે. ફાર્મવાળો ખાંચો

53.                       સત્યમ હાઉસથી બાબુલ પાર્ટી પ્લોટ

54.                       રાજપથ કલબ રોડ

55.                       બાલેશ્વર પાર્ટી પ્લોટથી સિંધુભવન રોડ

56.                       અભિશ્રીથી મારુતિનંદન હાઉસ

57.                       રાજપથ ક્લબથી ઇફોસ્ટ્રેમ બિલ્ડિંગ

58.                       ઓડિટોરિયમથી કોલાનાક બિલ્ડિંગ

59.                       સત્યાગ્રહ છાવણીથી પરિવાર સોસાયટીથી મોકા કેફે તરફ

60.                       મેમનગર ગુરુકુલ મંદિરથી પ્રજાપતિ છાત્રાલય મેટ્રો રોડ

61.                       સ્વીટ કોર્નરથી સોનલ ચાર રસ્તા રોડ

62.                       સુરધારા સર્કલથી સ્વામી વિવેકાનંદ રોડ

63.                       ગોતા મહાત્મા ગાંધી વસાહતથી સ્ટલિંગ હોસ્પિટલ રોડ

64.                       થલતેજ સ્ટર્લિંગ સોસાયટીથી અમૂલ પાર્લર રોડ

65.                       મેમનગર ભૂયંગદેવ ચાર રસ્તાથી જય ટાવર રોડ

66.                       શ્રીજી ડેરીથી બાપુ કૃપા રોડ

67.                       બાપુ કૃપા રોડથી ઋતુરાજ રોડ

68.                       થલતેજ જી.ઈ.બી ઓફિસથી હરિઓમ વિલા રોડ

69.                       થલતેજ જીવનસાથી પાર્ટી પ્લોટથી ભાડજ રોડ

70.                       જુહાપુરા ચાર રસ્તાથી ડી વોર્ડ

 

adv

Related News

post
post
post
post
post
post
post