• Home
  • News
  • શાકભાજીના ફેરિયા-દુકાનદારો માટે મ્યુનિ.એ 3.5 લાખ માસ્ક બનાવ્યા
post

સુપર સ્પ્રેડરથી ફેલાતો કોરોના વાઈરસ રોકવા પગલું

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-30 09:08:46

અમદાવાદ: શહેરમાં સુપરસ્પ્રેડર એવા શાકભાજીની લારીઓવાળા, ફેરીયાઓ, દુકાનદારોને મ્યુનિ. દ્વારા મફતમાં કપડાનું માસ્ક અને સેનિટાઇઝર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે આ મફત સુવિધા મળ્યા બાદ પણ માસ્ક વગર પકડાય તો તેમને પાંચ ગણો દંડ ફટકારવાનો મ્યુનિ. કમિશનર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. મ્યુનિ. દ્વારા બુધવારે બપોર બાદ શહેરના ફેરીયાઓને માસ્કનું વિતરણ શરૂ કરાયું હતું. જેમાં બે કલાકમાં જ 1955 જેટલા માસ્કનું તેમજ 392 જેટલા સેનિટાઇઝર વહેંચવામાં આવ્યા હતાં. 


મ્યુનિ. તંત્ર દ્વારા કેટલીક મહિલા એનજીઓની મદદથી શહેરમાં કાપડના માસ્ક બનાવવી વિતરણ કરવાનું શરૂ કર્યું છે. જેમાં પ્રથમ તબક્કે જ અલગ અલગ મહિલા મંડળો દ્વારા 3.5 લાખ જેટલા માસ્ક બનાવીને આપવામાં આવ્યા હતા. જે માસ્ક મ્યુનિ.ના યુસીડી વિભાગ દ્વારા મેળવવામાં આવ્યા છે, તેમજ આ માસ્કનું એસ્ટેટ વિભાગ દ્વારા વિતરણ કરવામાં આવશે.

adv

Related News

post
post
post
post
post
post
post