• Home
  • News
  • હોટસ્પોટ અમદાવાદમાં કોરોના બેકાબૂ છતાં AMC રાજ્યના ખેડૂતો પાસે કેરીનું વેચાણ કરાવશે, વળી મેયરે ઉદઘાટન પણ કર્યું
post

જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેના કેરી બજારને મેયર સવારે આઠ વાગ્યે ખુલ્લું મુક્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-26 09:23:46

અમદાવાદ: કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ કેસો નોઁધાયા છે. શહેરમાં અત્યાર સુધી 10280 કેસો નોંધાયા છે અને 697ના મોત થયા છે. કોરોનાને અટકાવવા માટે લોકડાઉન લાગુ કરાયું છે. તેવી સ્થિતિમાં કેરીનું વેચાણ કરાવવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આયોજન કર્યું છે. ગુજરાતભરના 100 જેટલા ખેડૂતોને ભેગા કરીને કેરી વેચાણ કરાવવાનું છે. વળી શહેરના મેયરના  ઉદઘાટન પણ કર્યુ. જરૂર વગર બહાર ન નીકળવાની સલાહ આપતા કોર્પોરેશને કેરી માટે સત્તાવાર ઉદઘાટન કાર્યક્રમનું આયોજન કર્યું.

જીએમડીસી ગ્રાઉન્ડમાં કેરીઓ વેચવા આયોજન
કોરોના મહામારી વચ્ચે આવતીકાલે 26 મેથી સવારે 8થી સાંજના 4 વાગ્યા સુધી ગુજરાતભરની જુદી જુદી જાતની કેરીઓનું વેચાણ કરવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ઊભા કરાયેલા ખાસ કેરી બજારને મેયર સવારે આઠ વાગ્યે ખુલ્લું મુક્યું. સોશિયલ ડિસ્ટસિંગ અનિવાર્ય છે ત્યારે કેરી વેચાણસ્થળે લોકો કેવી રીતે તેનું પાલન કરશે તે સવાલ છે.


કેસર કેરી સહિતની કેરીઓનું વેચાણ થશે
કેરીઓના વેચાણ કેન્દ્ર પરથી રાજ્યના વિવિધ જિલ્લાઓના ખેડૂતો અને વેપારીઓ અંદાજે સો જેટલા સ્ટોલ પરથી તાલાલા ગીર ની પ્રખ્યાત કેસર કેરી વલસાડની હાફૂસ કેરી લંગડો સહિત વિવિધ પ્રકારની ઓર્ગેનિક કાર્બન અને કેમિકલ મુક્ત કેરીઓનું વ્યાજબી ભાવે વેચાણ કરશે. આજથી શરૂ થનાર મેંગો માર્કેટમાં પંદર દિવસ સુધી કેરીઓ વેચાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post