• Home
  • News
  • અમેરિકામાં પોલીસ અધિકારી માટે નવા નિયમો લાગુ કરાયા
post

અમેરિકામાં ફરીથી કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ અધિકારી માટે શિકાગો શહેરના તંત્ર દ્વારા 8 નવા નિયમો બનાવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-08 09:29:30

શિકાગોથી નીરવ ગોવાણીનો અહેવાલ

અમેરિકામાં હાલ રંગભેદની નિતીને પગલે તોફાનો ફાટી નિકળ્યા છે. જો કેઆ તોફાનો પાછળ એક પોલીસ અધીકારી દ્વારા પોતાની કસ્ટડીમાં આફ્રિકન અમેરિકનનું મોત કારણ મુખ્ય છે. ત્યારે શિકાગો શહેરના તંત્રએ પોલીસ માટે કેટલાક નવા નિયમો બનાવ્યા છે.

અમેરિકાના મેનીસોટ્ટા ખાતે ગત 25મી મેના રોજ એક પોલીસ અધીકારી દ્વારા પોતાની કસ્ટડીમાં રહેલા એક આફ્રિકન અમેરિકન વ્યક્તિનું મોત નિપજ્યુ હતુ. અને ત્યાર બાદ સમગ્ર અમેરિકામાં રંગભેદના મુદ્દે ભંયકર તોફાનો ફાટી નિકળ્યા હતા. જે રીતે પોલીસ અધીકારીએ એક કાળા રંગના  વ્યક્તિને ગળાના ભાગે ઢીંચણ મુકીને ટોર્ચર કર્યુ હતુઅને ત્યારબાદ તેનુ મૃત્યુ થયુ હતુ. આ સમગ્ર ઘટના બાદ અમેરિકામાં જે રીતે તોફાનો થયા અને કરોડો રૂપિયાનું નુકશાન થયુ છે. ત્યારે હવે શિકાગો તંત્ર દ્વારા પોલીસ અધીકારીઓ માટે કેટલાક નવા નિયમો બનાવ્યા છે.

અગાઉ વર્ષ 2015માં શિકાગો શહેરમાં એક પોલીસ અધીકારી દ્વારા ફાયરીંગ કરતા કાળા રંગના વ્યક્તિનું મોત નિપજ્યુ હતુ. અને જે તે સમયે પણ શહેરમાં તોફાનો થયા હતાઆ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને હાલના શિકાગો શહેરના મેયર લોરી લાઇટફૂટ દ્વારા પોલીસ અધીકારી માટે 8 પ્રકારના નવા નિયમો બનાવ્યા છે. જેમાં પોલીસ દ્વારા હવે કોઇ પણ ચાલુ કાર પર અથવા ચાલુ કારમાંથી ક્યારેય ફાયરીંગ કરવા પર બેંન્ડ લગાવ્યો છેઉપરાંત કોઇ વ્યક્તિ પર તેને આગા કર્યા વગર ફાયરીંગ પર બેન્ડ લગાવ્યો છેઉપરાંત કોઇ પણ પોલીસ અધીકારી દ્વારા કોઇ પણ વ્યક્તિને ચોક-હોલ્ડસ આપવા પર પ્રતીબંધ લગાવ્યો છેઉપરાંત પોલીસ અધીકારી જ્યારે ડ્યુટી પર હોય ત્યારે કાર્યવાહી માટે દખલગીરી કરવી.

જે રીતે હાલ અમેરિકામાં રંગભેદને લઇને તોફાનો ફાટી નિકળ્યા છે. ત્યારે હવે પોલીસ અધીકારી દ્વારા આગામી સમયમાં ફરિથી આ પ્રકારે કોઇ વ્યક્તિનું મોત ન થાય અને અમેરિકામાં ફરિથી ક્યારેય કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આવા નવા નિયમો બનાવ્યા છે. જો કેહવે જોવાનું એ રહ્યુ કે આ નિયમો બનાવ્યા બાદ પોલીસ અધીકારી દ્વારા કોઇ આવી ઘટના બને છે કે નહીં.

adv

Related News

post
post
post
post
post
post
post