• Home
  • News
  • રાષ્ટ્રપતિ બનતા જ બાઇડેને લીધો એવો નિર્ણય કે USમાં વસતા લાખો ભારતીયો રાજીના રેડ
post

જો બાઇડેને શપથ લીધા બાદ સૌપ્રથમ ઇમિગ્રેશન સિસ્ટમ (Immigration System)માં સંપૂર્ણપણે ફેરફાર કરવાનું શરૂ કર્યું

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-21 11:27:19

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન (American President Joe Biden)ને સત્તા સંભાળતાંની સાથે જ તેઓ એકશનમાં આવી ગયા છે. બાઇડેને એક પછી એક તેમના પુરોગામી ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના અનેક નિર્ણયોને રદ કરીને ઘણા કાર્યકારી આદેશો પર હસ્તાક્ષર કર્યા છે. દરમ્યાન બાઇડેને પણ પ્રવાસીઓને રાહત આપતા એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. આ આદેશથી 1.1 કરોડ એવા પ્રવાસીઓને ફાયદો થશે જેની પાસે કોઈ કાયદાકીય દસ્તાવેજ નથી. તેમાં લગભગ લાખ ભારતીય છે.

જો બાઇડેને શપથ લીધા બાદ સૌપ્રથમ ઇમિગ્રેશન સિસ્ટમ (Immigration System)માં સંપૂર્ણપણે ફેરફાર કરવાનું શરૂ કર્યું. તેમના આદેશો હેઠળ ઘણા દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા જે ટ્રમ્પના વિવાદાસ્પદ ઇમિગ્રેશન નીતિઓને બદલનાર છે. જો બાઇડેને અમેરિકન કોંગ્રેસ (American Congress)ને વિનંતી કરી છે કે 1.1 કરોડ ગેરકાયદેસર પ્રવાસીઓની સ્થાયી દરજ્જો અને તેમના નાગરિકત્વ માટેનો માર્ગ મોકળો કરતાં કાયમી દરજ્જાની ખાતરી કરવા માટેનો કાયદો બનાવ્યો. એક અનુમાન મુજબ ભારતીય મૂળના લગભગ લાખ લોકો એવા છે કે જેમની પાસે કાયદાકીય દસ્તાવેજો નથી.

જો બાઇડેન પ્રશાસનનું આ ઇમિગ્રેશન બિલ ટ્રમ્પ વહીવટની કડક ઇમિગ્રેશન નીતિઓથી વિપરીત હશે. બિલના સંબંધિત માહિતી ધરાવતા એક અધિકારીએ પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું હતું કે બુધવારે બાઇડેનનાં શપથ લીધા બાદ આ ખરડો રજૂ કરી શકે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે બાઇડેને ઇમિગ્રેશન અંગેના ટ્રમ્પના પગલાને અમેરિકન મૂલ્યો પર કઠોર હુમલો’ ગણાવ્યો હતો. આ 1.1 કરોડ ગેરકાયદે વસતા લોકોને અમેરિકાની બહાર મોકલી દેવાનો ભય સતાવતો હતો.

1.1 કરોડ ગેરકાયદેસર પ્રવાસીઓને કાયદેસર બનાવવાનું વચન

બાઇડેને સત્તા સંભાળતાં પહેલાં કહ્યું હતું કે તેઓ આ નુકસાનની ભરપાઇ કરશે”. આ બિલ હેઠળ એક જાન્યુઆરી 2021 સુધીમાં અમેરિકામાં કોઇપણ કાનૂની દરજ્જા વગર રહેતા લોકોની પૃષ્ઠભૂમિની તપાસ કરાશે અને જો તેઓ ટેક્સ જમા કરાવે છે તો અન્ય મૂળભૂત જરૂરિયાતોને પૂર્ણ કરે છેતો તેના માટે પાંચ વર્ષની અસ્થાયી કાયદાકીય દરજ્જો મેળવવાનો માર્ગ મોકળો થઇ જશે અથવા તેમને ગ્રીન કાર્ડ મળી જશે. ત્યારબાદ તેમને વધુ ત્રણ વર્ષ માટે નાગરિકત્વ મેળી શકે છે. યુએસ સેનેટર બોબ મેનેડેઝ અને લિન્ડા સાંચેઝ કોંગ્રેસમાં રજૂ થનારા બિલને તૈયાર કરવા પર કામ કરી રહ્યા છે.

મુસ્લિમ બહુમતીવાળા દેશોની મુસાફરી પરથી પ્રતિબંધ હટાવી દીધો

બાઇડેને મુસ્લિમો પરનો પ્રતિબંધ હટાવવાના ટ્રમ્પના નિર્ણયને પલટી દીધો છે. 2017 માં ટ્રમ્પે મુસ્લિમ બહુમતી ધરાવતા સાત દેશો પર પ્રતિબંધ મૂકી દીધો હતો. બાઇડેને આ દેશોના લોકો માટે વિઝા પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો છે. તેની સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જેમને નુકસાન થયું છે તેમને વળતર આપવા માટે પ્રયત્નો કરવા જોઈએ. બાઇડેને મેક્સિકો બોર્ડર પર દિવાલ બનાવવાનો આદેશ પણ આપ્યો હતો. બીજીતરફ પ્રવાસીઓનું સમર્થન કરનાર ગ્રૂપને બાઇડેનના આ આદેશની જોરદાર પ્રશંસા કરી છે.

 

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post