• Home
  • News
  • આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે 11 તાલુકામાં વરસાદ નોઁધાયો, સૌથી વધુ વલસાડના ઉમરગામમાં દોઢ ઈંચ
post

ગઈકાલે રાજ્યના 101 તાલુકામાં વરસાદ નોઁધાયો, સૌથી વધુ વરસાદ નવસારીના જલાલપોરમાં સવા ચાર ઈંચ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-15 12:01:18

ગાંધીનગર: આવતી કાલે 16થી 18 જુલાઇ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતાં ચોમાસાની જમાવટ થશે. ત્યારે આજે રાજ્યમાં 11 તાલુકામાં વરસાદ નોઁધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામ અને સુરતના ચોર્યાસીમાં દોઢ ઈંચ નોંધાયો છે. ઉપરાંત નવસારીના જલાલપોર અને નવસારીમાં 10-10 મિમિ વરસાદ પડ્યો છે. વલસાડના વાપી અને વલસાડમાં 8-8 મિમિ તથા નવસારીના ગણદેવીમાં 7 મિમિ વરસાદ નોંધાયો છે. હવામાન વિશેષજ્ઞની આગાહી મુજબ આવતીકાલે અમદાવાદમાં દોઢથી પાંચ ઇંચ, જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 8થી 10 ઇંચ વરસાદ ખાબકી શકે છે.

આજે સવારે 6થી 8ના સમયગાળામાં નોઁધાયેલો વરસાદ

જિલ્લો

તાલુકો

વરસાદ (મિમિમાં)

વલસાડ

ઉમરગામ

38

સુરત

ચોર્યાસી

36

નવસારી

જલાલપોર

10

નવસારી

નવસારી

10

વલસાડ

વલસાડ

8

વલસાડ

વાપી

8

નવસારી

ગણદેવી

7

લૉ- પ્રેશર, મોન્સૂન ટ્રફ વરસાદ ખેંચી લાવશે
હાલમાં ઓડિશા પાસે અપર એર સાયક્લોનિક સરક્યુલેશન બંગાળની ખાડી અને ઓડિશાની આજુબાજુ છે, જે દેશનાં પશ્ચિમ વિસ્તારમાં ગતિ કરશે અને મધ્ય ભારતથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે. તેમજ 16 જુલાઇ સુધી ગુજરાત સુધી પહોંચીને અપર એર સાયક્લોનિક સરક્યુલેશન જમીનના લેવલથી નજીક આવીને લો-પ્રેશર બનશે,સાથે મોન્સુન ટ્રફ પણ જમીન તરફ નીચે આવશે. જેને લીધે 16થી 18 જુલાઇ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ ખેંચી લાવશે, જેમાં 17 જુલાઇએ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

ગઈકાલે 14 જુલાઈએ રાજ્યના 101 તાલુકામાં વરસાદ નોધાયો
રાજ્યના દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામ્યું હોય તેવો માહોલ સર્જાયો છે. ગઈકાલે રાજ્યના 101 તાલુકામાં વરસાદ નોઁધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ નવસારીના જલાલપોરમાં સવા ચાર ઈંચ, સુરત શહેરમાં 4 ઈંચ, નવસારી અને ચોર્યાસીમાં 3-3 ઈંચ, જ્યારે બોટાદ, વલસાડ, સુરતના પાલસણા, પારડી અને ખેડાના કપડવંજમાં 2-2 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

14 જુલાઈએ નોંધાયેલા વરસાદના 1 ઈંચથી વધારે વરસાદના આંકડા

જિલ્લો

તાલુકો

વરસાદ (મિમિમાં)

નવસારી

જલાલપોર

112

સુરત

સુરત શહેર

109

નવસારી

નવસારી

73

સુરત

ચોર્યાસી

69

બોટાદ

બોટાદ

61

વલસાડ

વલસાડ

57

સુરત

પાલસણા

56

વલસાડ

પારડી

55

ખેડા

કપડવંજ

53

નવસારી

ગણદેવી

39

તાપી

નિઝર

35

બોટાદ

ગઢડા

27

ખેડા

મહુધા

26

સાબરકાંઠા

વડાલી

25

સુરેન્દ્રનગર

લખતર

25

 

adv

Related News

post
post
post
post
post
post
post