• Home
  • News
  • અણબનાવની અફવા વચ્ચે ધનશ્રી-ચહલ પહેલી જ વાર સાથે જોવા મળ્યા
post

ધનશ્રીએ કહ્યું હતું કે ઈજા તથા અફવાને કારણે તે વધુ મજબૂત થઈ છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-23 19:31:46

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ તથા ધનશ્રી વર્મા હાલમાં ચર્ચામાં છે. ધનશ્રીએ થોડાં સમય પહેલાં સો.મીડિયા અકાઉન્ટમાંથી પોતાના નામની પાછળથી પતિની સરનેમ હટાવી દીધી હતી. આથી જ એવી ચર્ચા થવા લાગી કે બંને અલગ થવાના છે. જોકે, પછી ધનશ્રીએ આ અંગે વાત પણ કરી છે. ધનશ્રી તથા ચહલ આ અફવાની વચ્ચે પહેલી જ વાર સાથે જોવા મળ્યા હતા.

એરપોર્ટ પર બંને જોવા મળ્યા
યુઝવેન્દ્ર તથા ધનશ્રી એરપોર્ટ પર જોવા મળ્યા હતા. ધનશ્રીને પગમાં ઈજા હોવા છતાં તે પતિને એરપોર્ટ પર મૂકવા આવી હતી. બંનેએ ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યા હતા.

સો.મીડિયામાં ટ્રોલ
ધનશ્રી તથા ચહલનો એરપોર્ટનો વીડિયો સો.મીડિયામાં વાઇરલ થતાં જ સો.મીડિયા યુઝર્સે બંનેને ટ્રોલ કર્યા હતા. મોટાભાગના યુઝર્સે કહ્યું હતું કે બંને ભલે સાથે જોવા મળ્યા, પરંતુ તેમની બૉડી લેંગ્વેજ બધું જ કહી જાય છે. બંને ખુશ નથી.

ધનશ્રીએ સો.મીડિયામાં શું કહ્યું હતું?
ધનશ્રીએ પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'લાસ્ટ ટાઇમ રીલ શૂટ કરતી વખતે પગમાં વાગ્યું હતું. આ કારણે લિગામેન્ટમાં ઈજા થઈ હતી. લાંબા સમય સુધી ડાન્સ ના કરવાની વાત સાંભળીને હું દુઃખી થઈ ગઈ હતી, પરંતુ પરિવાર ને પતિ ચહલને કારણે પહેલાં કરતાં સારું અનુભવી રહી છું.'

બીજીવાર ડાન્સ કરવા માટે સર્જરી કરવી પડશે
લિગામેન્ટમાં ઈજા થવાથી ધનશ્રીને આરામની સલાહ આપવામાં આવી છે. ધનશ્રીએ કહ્યું હતું કે જો તે જીવનમાં બીજીવાર ડાન્સ કરવા માગે છે તો તેણે સર્જરી કરાવવી પડશે. તેના માટે આ ઘણો જ મુશ્કેલ સમય હતો, પરંતુ તેના સંબંધો અંગે જે વાતો થવા લાગી તે સાંભળીને તે દુઃખી થઈ ગઈ હતી.

આત્મવિશ્વાસ વધ્યો
ધનશ્રીએ કહ્યું હતું કે ઈજા તથા અફવાને કારણે તે વધુ મજબૂત થઈ છે. તે પોતાને દરેક સ્થિતિમાં સ્ટ્રોંગ માને છે. તેને એ પણ ખ્યાલ આવ્યો કે લોકો તમારા વિશે કંઈકને કંઈક વાતો કરતાં જ રહેશે, તમારે સ્ટ્રોંગ બનવાની જરૂર છે.

પતિની સરનેમ લગાવી
ધનશ્રીએ પોસ્ટને અંતે ચહલ સરનેમ ફરી લગાવી હતી. તેણે પોસ્ટમાં DVC (ધનશ્રી વર્મા ચહલ) લખ્યું હતું. આ પરથી ખ્યાલ આવે છે કે બંને વચ્ચે બધું જ સરખું છે.