• Home
  • News
  • બ્રિક્સ દેશોની મીટિંગ:ભારત-ચીન વચ્ચે લદાખ મુદ્દે તણાવ વચ્ચે મોદી અને જિનપિંગ વચ્ચે 17 નવેમ્બરે બેઠક યોજાશે
post

બ્રિક્સની મિટીંગમાં મોદી અને જિનપિંગ વર્ચ્યુઅલી મળશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-06 10:40:38

ભારત અને ચીન વચ્ચે લદાખ મુદ્દે ચાલી રહેલી તંગદિલી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની પ્રમુખ સી. જિનપિંગ વચ્ચે 17 નવેમ્બરે બેઠક યોજાશે. બ્રિક્સ દેશોની યોજાનારી મીટિંગમાં બંને નેતાઓ વર્ચ્યુઅલી મળશે. આ વખતે બ્રિક્સ બેઠકનું વિષય પાર્ટનરશીપ ફોર ગ્લોબલ સ્ટેબિલિટી, શેર સિક્યુરિટી એન્ડ ઇનોવેટિંવ ગ્રોથ રહેશે. આ અગાઉ બ્રિક્સની એનએસએની મીટિંગ રશિયામાં થઈ હતી.ભારત તરફથી અજિત ડોભાલે તેનું નેતૃત્વ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન વચ્ચે લદાખ સરહદે ઘણા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ગલવાન ઘાટી, પેન્ગોગ લેક અને હોટસ્પ્રીંગ સહિતના વિસ્તારોમાં ચીની સૈનિકો પ્રવેશતા આ વિવાદ થયો હતો. 15 જૂનની રાત્રે બંને દેશોના સૈનિક વચ્ચે હિંસક અથડામણ થઈ હતી જેમાં ભારતના 19 જવાન શહીદ થયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post