• Home
  • News
  • Happy Birthday-જાણો દેશના ગૃહમંત્રી અમિત શાહની રાજકીય સફર
post

શાહનો જન્મ 22 ઑક્ટોબર, 1964માં મુંબઈમાં એક વણિક પરિવારમાં થયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-22 13:44:44

શાહનો જન્મ 22 ઑક્ટોબર, 1964માં મુંબઈમાં એક વણિક પરિવારમાં થયો હતો.14 વર્ષની વયે ગાંધીનગર જિલ્લાના માણસામાં તેઓ 'તરુણ સ્વંયસેવક' તરીકે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘમાં જોડાયા હતા.તે રીતે નાની વયે જ તેઓ રાજકારણના પરિચયમાં આવ્યા હતા.અમિત શાહ કૉલેજ કરવા માટે અમદાવાદ આવ્યા ત્યારે ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીમાં જોડાયા હતા.

1980માં રામમંદિરને લઈને સ્વામી રામદેવ આરએસએસના કાર્યક્રમમાં અમદાવાદ આવ્યા. કાર્યક્રમનો તમામ ભાર શાહે સંભાળ્યો. શાહ તેમનાથી પ્રભાવિત થયા. જ્યાં સુધી તેઓ અમદાવાદ રોકાયા શાહ તેમનું તમામ કામ કરતા. સ્વામીએ શાહને કુંભમેળામાં આવીને હિંદુ સંસ્કૃતિને સમજવા કહ્યું. 1986માં 21 વર્ષની ઉંમરે હરિદ્રારના કુંભમેળામાં ગયા. અહીં અલગ અલગ પ્રવચન સાંભળવા, સાધુઓ સાથે લંગર કરવું જેવી પ્રવૃત્તિઓ કરી. અહીંથી શાહની જિંદગી બદલાઈ ગઈ.

અમિત શાહ નરેન્દ્ર મોદીની પહેલી મુલાકાત 1982માં થઈ હતી. આ સમયે મોદી અમદાવાદમાં સંઘના જિલ્લા પ્રચારકનું કામ કરતા અને શાહ અખિલ ભારતીય વિદ્યાપરિષદના ગુજરાત વિભાગના સંયુક્ત સચિવ હતા. કહેવાય છે કે અમિત શાહને આક્રમક રણનીતિ પસંદ છે. મોદી -શાહની સુપરહિટ જોડીને જોડનાર દોરીનું નામ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. આ જબરદસ્ત જોડી અહીંથી તૈયાર થઈ અને બંનેની મુલાકાતો વધી. શરૂઆતથી જ મોદીને અમિત શાહની પ્રતિભા પસંદ આવી હતી. 

બંને એકમેકની વાત સારી રીતે સમજતા. બંનેની વચ્ચે જબદસ્ત કેમેસ્ટ્રી છે. મોદી જે વિચારે છે, શાહ તેને અમલમાં મૂકે છે. બંનેમાં એક વાતની સમાનતા છે અને તે એ કે બંને મહેનતી વ્યક્તિત્વ ધરાવે છે. આ ઉપરાંત બંને RSSના સિપાહી રહી ચૂક્યા છે. 

એ સમયે શંકરસિંહ વાઘેલા પાર્ટી અધ્યક્ષ હતા. એકવાર મોદી અમિત શાહને પાર્ટી ઓફિસ લાવ્યા અને કહ્યું આ અમિત શાહ છે. કારોબારી અને યુવા મોર્ચા સાથે જોડાયેલા છે તમે પાર્ટીમાં તેમને કંઈ કામ આપો. અને પછી પાર્ટીમાં કામ કરવા લાગ્યા. કોને ખબર હતી કે એક દિવસ આ નાનો કાર્યકર્તા પાર્ટીનો અધ્યક્ષ બની જશે.

દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ 1951માં ગુજરાતના ગાંધીનગરથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું ત્યારે શાહે મોદીને કહ્યું કે મને આ ચૂંટણીનું મેનેજમેન્ટ કરવા દો. આ સમયે તેઓએ મોદીને દાવો કર્યો કે મારી પર વિશ્વાસ રાખો. અડવાણી નહીં આવે તો પણ જીત તેમની જ થશે. તેમનો આ વિશ્વાસ જોઈને મોદી પ્રભાવિત થયા હતા. આખી ચૂંટણીની જવાબદારી તેમને આપવામાં આવી, પરિણામ એ આવ્યું કે અડવાણી ભારે બહુમત સાથે જીત્યા હતા. અહીંથી તે મોદીની ભરોસાપાત્ર સેનાપતિ બન્યા હતા.

મોદી શાહની જોડી ગુજરાતમાં જાણીતી બની અને તે સમયના કેશુભાઈ મુખ્યમંત્રી બન્યા અને શાહને પાર્ટીના કામે દિલ્હી મોકલ્યા હતા. કેશુભાઈ સાથેના મતભેદના કારણે મોદીને ગુજરાતથી હટાવવામાં આવ્યા હતા. આ સમયે શાહ સતત મોદીના સંપર્કમાં રહ્યા. જેના કારણે તેમને પણ પાર્ટીમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. અન્ય તમામ નેતાઓએ મોદીનો સાથ છોડી દીધો હતો.

જ્યારે 2001માં મોદી ગુજરાત પાછા આવ્યા ત્યારે તેઓએ 2002ની ચૂંટણી જીત્યા બાદ તેમના વિશ્વસનીય વ્યક્તિ શાહને ગૃહમંત્રાલયમાં સ્થાન આપ્યું. 2007ના બાદ મોદીએ શાહને 10 મંત્રાલય સ્વતંત્ર રીતે ચલાવવાનો કાર્યભાર સોંપ્યો.

એક સમય એવો આવ્યો કે જયારે રાજકીય દાવપેચના કારણે અમિત શાહને જેલમાં જવું પડ્યું હતું. આ સમયે તેમને એક શરત પર જમાનત મળી કે તેઓએ ગુજરાતની બહાર રહેવું પડશે. આ ઘટનાથી અમિત શાહ સંપૂર્ણ રીતે તૂટી ગયા હતા. આ સમયે મોદીએ તેમની મદદ કરી,. તેમની સલાહના આધારે શાહ દિલ્હીમાં રહેવા રાજી થયા અને તેઓએ આ સમયે કેન્દ્રીય મંત્રાલયનો ભરોસો જીત્યો હતો. આ સમય પછી તેઓએ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરી.

જ્યારે અમિત શાહે આ પદ સંભાળ્યું ત્યારે બેંક લગભગ 20 કરોડ રૂપિયાની ખોટમાં હતી. અમિત શાહના આવ્યાના 1 વર્ષમાં યોગ્ય રણનીતિના કારણે ખાતાને ખોટમાંથી નફામાં લાવી આપી. તેઓએ 20 કરોડની ખોટ તો પૂરી કરી પણ સાથે જ  7 કરોડનો ફાયદો પણ કર્યો.