• Home
  • News
  • લગ્નની પાઘડી લઈ પરિવાર ટેમ્પો ભરીને નીકળ્યોને રસ્તામાં જ અકસ્માત; ટેમ્પો પલટી ખાઈ જતા રસ્તા પર જ્યાં જુઓ ત્યાં મૃતદેહો જ દેખાયા
post

LCB અને ACBની ટીમ ઘટનાસ્થળે પહોંચી મૃતકોને પીએમ અર્થે ખસેડવાની સાથે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ ગોધરા ખસેડવામાં આવ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-22 18:20:21

મહિસાગર: લુણાવાડા નજીક આજે એક ગમખ્વાર અકસ્માત બનવા પામ્યો છે, જ્યાં એક ટેમ્પો એકાએક ખાડામાં પડી જતાં એમાં સવાર 5 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે, જ્યારે આ આંક હજુ વધી શકે છે. જ્યારે અન્ય 15થી વધુ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ સહિત 108 એમ્બુલન્સ ઘટનાસ્થળ પર પહોંચીને બચાવ કાર્યવાહી હાથ ધરી રહી છે. ટેમ્પો ગઠાથી સાત તળાવ જઈ રહ્યો હતો અને અચાનક પલટી મારી જતાં અકસ્માત નડ્યો હતો.

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના અરીઠા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ગઠા ગામથી સાત તળાવ ગામ પાઘડીએ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં લુણાવાડા તરફથી આવતી કાર અને ટેમ્પો સામસામે ટકરાયાં હતાં. જેમાં ટેમ્પો પલટી ખાતા સ્થળ પર જ 5 લોકોના કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે અને 15 ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. જેને સારવાર માટે લુણાવાડાની જનરલ હોસ્પિટલ, વિનાયક હોસ્પિટલ સહિતની શહેરની અલગ અલગ હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળે 5 જેટલી 108 વાન બોલવાઈ છે તેમજ લુણાવાડા પોલીસ, LCB, SOG સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યાં છે. આ અકસ્માતમાં મૃત્યુ આંક વધવાની શક્યતા છે.

LCB અને ACBની ટીમ ઘટનાસ્થળે પહોંચી મૃતકોને પીએમ અર્થે ખસેડવાની સાથે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ ગોધરા ખસેડવામાં આવ્યા છે. FSL દ્વારા ઘટનાની ફોરન્સિક દ્વારા તપાસ હાથ ધરાશે. ઘટનામાં નાનાં બાળકો સહિત ઘણા લોકોને ઈજા પહોંચી છે. જ્યાં હોસ્પિટલમાં જ પરિવારો દ્વારા ઘટનાને લઈ આક્રંદ કરવામાં આવી રહ્યું છે. હાલ જિલ્લા પોલીસ વડા અને ભાજપના અગ્રણી નેતાઓને અકસ્માતની જાણ થતાં તેઓ હોસ્પિચલ પહોંચ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post