• Home
  • News
  • સુરત:જેલમાંથી હજુ એક દિવસ પહેલાં જ નીકળેલા માથાભારેનો જૂની અદાવતમાં હુમલો, 2 ગંભીર, CCTV
post

જહાંગીરપુરામાં અસામાજિક તત્વો વચ્ચે લોહિયાળ જંગ

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-19 11:31:20

લાજપોર જેલમાંથી સોમવારે જામીન પર છૂટી માથાભારે મિતેશ કંથારીયાએ તેના સાગરિત સંદીપ સાથે મળી જહાંગીરપુરા આવાસમાં રહેતા માથાભારે કપિલ રાઠોડ પર ચપ્પુથી હુમલો કરી દીધો હતો. આવાસની બહાર જ હુમલો કરતા કપિલ અને તેના સાગરિતોએ વળતો પ્રહાર કરી દીધો હતો. જેમાં ટોળાએ મિતેશ અને તેના મિત્ર સંદીપના હાથમાંથી ચપ્પુ છીનવી જીવલેણ હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં મિતેશ અને સંદીપની હાલત કટોકટ છે. આ લોહીયાળ ઘટનાને પગલે જહાંગીરપુરા પોલીસ દોડી આવી હતી. હાલમાં મિતેશ,સંદીપ અને કપિલ ત્રણેય હોસ્પિટલમાં એડમિટ છે.

જહાંગીરપુરા આવાસમાં અસામાજિક તત્વોનો આંતક વધી ગયો
વધુમાં પોલીસે જણાવ્યું કે થોડા દિવસો પહેલા કપિલ અને મિતેશનો જુની અદાવતમાં ઝઘડો થયો હતો અને તેમાં મિતેશએ કપિલને ચપ્પુ મારી દીધું હતું. જેમાં મિતેશ લાજપોર જેલમાં ગયો હતો. મિતેશ નશીલા પદાર્થોનું સેવન પણ કરે છે અને તેમાં અગાઉ ઝઘડો થયો હતો. કેટલાક સમયથી જહાંગીરપુરા આવાસમાં અસામાજિક તત્વોનો આંતક વધી ગયો છે, કેટલાક અસામાજિક તત્વો અડીંગો જમાવીને બેસી રહે છે. જેના કારણે આવાસમાં રહેતા લોકોને બહાર નીકળવામાં પણ ભય લાગે છે.

ઘટના સીસીટીવીમાં કેદ
જહાંગીરપુરા આવાસમાં જાહેરમાં આ લોહીયાળ જંગ ખેલાયો હતો. જે નજીકમાં આવેલી એક દુકાનના સીસીટીવીમાં કેદ થઈ જવા પામ્યો છે. બંને સામસામે થયેલા હુમલામાં ચપ્પુથી ઘા મરાયા હોવાનું સીસીટીવીમાં કેદ થઈ ગયું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post