• Home
  • News
  • રામ મંદિર માટે અષ્ટધાતુનો 2.1 ટન વજનનો ઘંટ બની રહ્યો છે, 15 કિમી દૂર સુધી અવાજ સંભળાશે
post

દાઉ દયાલ મહાકાલેશ્વર મંદિર માટે 1000 કિલો અને કેદારનાથ મંદિર માટે 101 કિલો વજનના ઘંટ બનાવી ચૂક્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-10 10:07:51

એટા (ઉત્તરપ્રદેશ): ઉત્તરપ્રદેશમાં કારીગરોની એક ટીમ અયોધ્યાના રામ મંદિર માટે 2.1 ટન (2100 કિલો ) વજનનો ઘંટ બનાવી રહી છે. ઉત્તરપ્રદેશના એટા જિલ્લાના જાલેસરમાં હિન્દુ અને મુસ્લિમ કારીગરો મળીને આ કામને અંતિમ સ્વરૂપ આપવા માટે ઓતપ્રોત છે. કારીગરોનો દાવો છે કે આ ઘંટનો અવાજ 15 કિમી દૂર સુધી સાંભળી શકાશે.

દાઉ દયાલ(50) આ અષ્ટધાતુ ઘંટના નિર્માણકાર્યમાં સંકળાયેલા છે. ઇકબાલ મિસ્ત્રી(56) પાસે તેની ડિઝાઇનિંગ, ગ્રાઇડિંગ અને પોલિશિંગની જવાબદારી છે. બન્નેએ જણાવ્યું કે તેઓ પહેલી વખત આટલા મોટા ઘંટના નિર્માણમાં જોડાયેલા છે. દયાલે જણાવ્યું કે જ્યારે તમે આટલા આકારના ઘંટનું નિર્માણ કરો ત્યારે પડકારો પણ મોટા હોય છે. એમાં નાની ભૂલ પણ ન થવી જોઇએ.

અષ્ટધાતુથી નિર્માણ
જાલેસર મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન અને વર્કશોપ(જ્યાં ઘંટ બની રહ્યો છે)ના માલિક વિકાસ મિત્તલે જણાવ્યું કે ઘંટનું નિર્માણ અષ્ટધાતુથી કરવામા આવી રહ્યું છે. તેમાં સોનું, ચાંદી, કોપર, ઝિંક, લેડ, ટિન અને પારાનો ઉપયોગ થઇ રહ્યો છે. 25 લોકોની ટીમ એક મહિનાથી લગભગ દેશના સૌથી મોટા ઘંટ પૈકી એકના નિર્માણમાં જોડાયેલી છે.

21 લાખ રૂપિયાનો ખર્ચો થશે
વિકાસના ભાઇ આદિત્ય મિત્તલે જણાવ્યું કે કોઇ દિવ્ય કારણ જ હશે જેથી આ કામ અમને મળ્યું. તેથી અમે મંદિરમાં દાન કરવાનો નિર્ણય કર્યો. ઘંટ બનાવવામાં 21 લાખ રૂપિયાનો ખર્ચો થશે. આ પહેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જ્યારે એટામાં પહેલી વખત જનસભા કરવા આવ્યા હતા ત્યારે મિત્તલે તેમને 51 કિલોનો ઘંટ ભેંટ કર્યો હતો.

નિર્મોહી અખાડાએ મિત્તલને ઘંટ બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. ગત વર્ષે નવેમ્બરમાં આવેલા સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ તાત્કાલિક તેનો ઓર્ડર આપી દેવાયો હતો.

કેદારનાથ અને મહાકાલેશ્વર માટે પણ ઘંટ બનાવી ચૂક્યા છે
આ પહેલા દયાલ ઉત્તરાખંડના કેદારનાથ મંદિર માટે પણ 101 કિલોનો ઘંટ બનાવી ચૂક્યા છે. તેમણે કહ્યું કે અમે અત્યારસુધી જે કામ કર્યું છે તેમાં આ ઘંટ સૌથી ભારે છે. અમે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર માટે પણ 1000 કિલોનો ઘંટ બનાવી ચૂક્યા છીએ. ઘંટ નિર્માણ કરતી ચોથી પેઢીના દયાલે જણાવ્યું કે સ્કૂલ માટે ઘંટડીઓ બનાવવી એ તેમના બિઝનેસનો ભાગ છે. તેમનો દાવો છે કે જાલેસરની માટીમાં બનેલા ઘંટનો અવાજ અન્ય ઘંટથી સારો હોય છે. રામ મંદિર માટે બની રહેલા ઘંટનો અવાજ 15 કિમી દૂર સુધી સાંભળી શકાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post