• Home
  • News
  • આણંદમાં 4.52 ઇંચ વરસાદ, મગફળી, કપાસ અને તલના પાકને ભારે નુકસાન
post

રાજ્યભરમાં ક્યાર વાવાઝોડાની અસર કારણે વરસાદી માહોલ સર્જાયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-30 12:32:32

રાજ્યભરમાં ક્યાર વાવાઝોડાની અસર કારણે વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, મધ્યગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ચોમાસા જેવો ધોધમાર વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 29 જિલ્લાનાં 137 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સરેરાશ 4.30 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સૌથી વધુ 4.52 ઇંચ વરસાદ આણંદમાં પડ્યો છે. જે બાદ વઠવાણમાં 4.08 ઈંચ, લખતરમાં 2.92 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે સાયલા, વાંકાનેર, ચુડા, ટંકારા, દેહગામ, નાંદોદ, બાયડ, છોટાઉદેપુર, અંકલેશ્વર, વાસો, ધંધુકામાં 2 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોનાં ઊભા પાકને નુકસાન થયું છે. ખેડૂતોનાં મગફળી, કપાસ અને તલના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોએ સરકાર સામે સર્વે કરી નુકસાન ભરપાઈ કરવાની માગ કરી છે.

મહીસાગરનાં લુણાવાડા સહિતનાં અનેક વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જ્યારે બીજી તરફ ખેડૂતોનાં ઉભા પાકને નુકસાન થતા ચિંતા ફરી વળી છે. ડાંગરનાં વાવણીનાં સમયે વરસાદ વરસતા તેમનો ઉભા પાકને ઘણું જ નુકસાન થયું છે.