• Home
  • News
  • CEPTનાં ગરબામાં મારામારી અંગે 3 સામે ગુનો નોંધાયો
post

સેપ્ટ યુનિવર્સિટીમાં ગરબામાં લુખ્ખા તત્વોના આંતક અને દાદાગીરીનાં વિવાદ બાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસે ત્રણ શખસો સામે મારામારી અને ધમકીનો સામાન્ય ગુનો નોંધ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-10 16:02:13

અમદાવાદ : સેપ્ટ યુનિવર્સિટીમાં ગરબામાં લુખ્ખા તત્વોના આંતક અને દાદાગીરીનાં વિવાદ બાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસે ત્રણ શખસો સામે મારામારી અને ધમકીનો સામાન્ય ગુનો નોંધ્યો છે.

આ ગુનો ઘનરાજસિંહ, શક્તિસિંહ તથા અન્ય એક વ્યક્તિ સામે ગુનો નોંધાયો છે. જેને લઈ વિવાદ ઊભો થયો હતો. મારામારીની પગલે પોલીસને જાણ કરતા ગુજરાત યુનિવર્સિટી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ કોઈ જ કાર્યવાહી કરી ન હતી. જે બાદ પૂર્વમુખ્યમંત્રી આનંદી બહેન પટેલના પૌત્ર અને સેપ્ટ યુનિવર્સિટીના પૂર્વ સ્ટુડન્ટ્સ ધર્મ પટેલે ફેસબુક પર પોતાનો રોષ ઠાલવતા નવરાત્રિનું આયોજન કરતા સ્ટુડન્ટ્સ એસોસિએશનની નિષ્ફળતાનો બળાપો કાઢ્યો હતો. જે બાદ આજે ગુજરાત યુનિવર્સિટી પોલીસે 3 લોકો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

ગઈકાલે ધર્મજ પટેલે ફેસબુક પોસ્ટમાં ધર્મ પટેલે આડકતરી રીતે સેપ્ટ મેનેજમેન્ટ પર પણ નિશાન તાક્યુ હતું. તેણે વધુમાં લખ્યું કે, સેપ્ટનાં ગરબા માત્ર સ્ટુડન્ટ્સ માટે થાય છે તેમ છતાં સ્ટુડન્ટ્સની સાથે બીજા લોકો અને પોલીસના ખાસ લોકો કેમ્પસમાં આવી જાય છે. એક સમયે ગરબા માટે જાણીતી સેપ્ટ હવે દારૂ અને ડ્રગ્સ માટે બદનામ અને ચર્ચાનો વિષય બન્યો છે. આથી મારો પ્રશ્ન છે કે કેમ 4 હજાર લોકોની ઈવેન્ટને 21 વર્ષના છોકરાઓને મેનેજ કરવા અપાય છે?